Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightડીસા: ગાજવીજ સાથે ભારે પવનમાં કોલ્ડ સ્ટોરેજનો આખે આખો સેડ હવામાં ઉડ્યો

ડીસા: ગાજવીજ સાથે ભારે પવનમાં કોલ્ડ સ્ટોરેજનો આખે આખો સેડ હવામાં ઉડ્યો

ડીસા: બનાસકાંઠાના ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ભારે પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે કોલ્ડ સ્ટોરેજનો સેડ 200 ફૂટ દૂર ઉડી જતાં સ્ટોરેજ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. રવિવારે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

બનાસકાંઠામાં છેલ્લા ઘણાં સમયથી વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતાં. પ્રથમ રાઉન્ડ બાદ અંદાજે 15 દિવસ સુધી વરસાદ ન થતાં ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા ત્યારે રવિવારે ડીસા પંથકમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાં સાથે વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.

ભારે પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે લોકોને મોટું નુકસાન પણ વેઠવું પડ્યું છે. ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં વાવાઝોડાના કારણે કિસાન કોલ્ડ સ્ટોરેજનો આખે આખો સેડ હવામાં ઉડી ગયો હતો.

સેડ ઉડીને 200 ફૂટ દૂર જઈને પડતાં સ્ટોર માલિકને મોટું નુકસાન થયું છે. વાવાઝોડાના કારણે કીસાન કોલ્ડ સ્ટોરેજના માલિકને અંદાજે 40 લાખ રૂપિયા નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this online casino site and succeeded a substantial cash, but after some time, my mom fell ill, and I wanted to cash out some funds from my account. Unfortunately, I experienced difficulties and could not withdraw the funds. Tragically, my mother died due to this casino site. I request for your assistance in bringing attention to this site. Please help me to obtain justice, so that others won’t have to face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page