Monday, April 15, 2024
Google search engine
HomeGujarat'બચપન કા પ્યાર' ફૅમ ગીત લખ્યું છે આ ગુજરાતીએ, જાણો આખરે કોણ...

‘બચપન કા પ્યાર’ ફૅમ ગીત લખ્યું છે આ ગુજરાતીએ, જાણો આખરે કોણ છે આ?

અત્યારે સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં બચપન કા પ્યાર ગીત જોવા મળે છે. છત્તીસગઢના સહદેવ નામના એક છોકરાએ જાને મેરી જાનેમન, બસપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે ગાયું હતું. આ ગીતની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ફરતી થઈ ગઈ હતી. હવે દરેક સેલેબ્રિટી આ ગીત પર તેમના લિપસિન્ક વીડિયો બનાવી રહ્યા છે.

સહદેવનો આ વીડિયો એટલો ચર્ચામાં છે કે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે તેની સાથે મુલાકાત કરી હતી. તેમણે સહદેવ પાસે તે ગીત લાઈવ સાંભળ્યું અને તેના ખૂબ વખાણ પણ કર્યા હતાં. પણ, શું તમે જાણો છો કે, આ ગીત જાને મેરી જાનેમન, મેરા બસપન કા પ્યાર ભૂલ નહીં જાના રે ક્યાંથી આવ્યું?, તો અમે તમને જણાવીએ.

જાને મેરી જાનેમન ગુજરતાના લોકગાયક કમલેશ બારોટે વર્ષ 2018માં બનાવ્યું હતું. કમલેશ બારોટે આ ગીત ગાયું છે. આ ગીત પી.પી. બરિયાએ લખ્યું છે અને મયૂર નાડિયાએ આ ગીતનું મ્યૂઝિક આપ્યું છે. આ ગીત ફૅમસ થયાં પછી હાલોલમાં કમલેશ બારોટે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, તેમણે આ ગીત વર્ષ 2018માં બનાવ્યું હતું. આ પછી અમદાવાદની મેશવા ફિલ્મ્સ નામની કંપનીએ આ ગીતના રાઇટ્સ ખરીદી લીધા હતા અને વર્ષ 2019માં પોતાની યૂટ્યુબ ચૅનલ પર રિલીઝ કર્યું હતું. આજ સુધી આ ગીતને યૂટ્યુબ પર આ ગીતને 4.4 મિલિયન એટલે કે, 44 લાખથી વધુ વ્યૂ મળ્યા છે.

કમલેશ બારોટે અત્યાર સુધી 6 હજારથી વધુ ગીત ગાયા છે. જેમાં ઘણાં ગીતના રાઇટર અને કમ્પોઝર તે ખુદ હતાં. કમલેશે જણાવ્યું કે, તે ખૂબ જ ખુશ છે કે, તેમના ગીતને દેશભરમાં પ્રેમ મળી રહ્યો છે. તે આ ગીતને વાઇરલ કરવાની ક્રેડિટ સહદેવને દે છે અને તેમની ઇચ્છા એકવાર સહદેવને મળવાની તેમની ઇચ્છા છે.

જ્યારે આ ગીત પોપ્યુલર થયું. ત્યારબાદ ઘણાં સિંગર અને રેપર્સ આ એક હુકલાઈનનો ઉપયોગ કર્યો અને રેપ બનાવી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં કમલેશને પૂછવામાં આવ્યું હતું કે, તેમને આ વાતથી કોઈ વાંધો છે? તે આ લોકો સામે કોપીરાઇટની ફરિયાદ કરવા માગે છે? જેના જવાબમાં કમલેશે કહ્યું કે, આ ગીતના કોપીરાઇટ્સ મેશવા ફિલ્મ્સ પાસે છે. આ સમગ્ર નિર્ણય તેમનો હશે કે, આ લોકો સામે એક્શન લેવું છે કે નહીં.

હવે વાત સહદેવના તે બાળકની જેને ગાયેલાં ગીતે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. વર્ષ 2019માં સહદેવને તેના ટીચરે ગીત ગાવા કહ્યું હતું. બાળકે જ્યારે ગાવાનું શરૂ કર્યું ત્યારે ટીચરે તેના ગીતને મોબાઇલમાં રેકોર્ડ કરી લીધું હતું અને આ વીડિયોને સોશિયલ મીડિયામાં ફરતો કરી દીધો હતો. આ ગીત પર રેપર બાદશાહે એક વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ પછી આ ગીત ચારેય બાજુ આગની જેમ ફેલાઈ ગયું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown ? into this thrilling experience of discovery and let your imagination fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page