લ્યો બોલો! ઉભેલી બાઈકને સવાર સાથે પોલીસે ક્રેનથી ઉપાડ્યો, રોડ પર સર્જાયા ફિલ્મ દ્રશ્યો

પુણેના નાના પેઠ વિસ્તારમાં એક ચોંકાવનારી હરકત સામે આવી છે. અહીં રોડના છેડે ઉભેલી એક બાઈકને ચાલક સાથે જ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારીએ ટોઈંગ કરીને ઉપાડી લીધો હતો. ગુરુવારે સાંજે 5 વાગે થયેલી આ ઘટનાની તસવીર શુક્રવારે સામે આવ્યા પછી ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ઘટનાની તપાસનો આદેશ આપી દીધો છે. જોકે ટ્રાફિક ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, બાઈક નો-પાર્કિંગ ઝોનમાં ઉભી હતી અને ટોઈંગ દરમિયાન બાઈક સવાર જાણી જોઈને તેના પર બેસી ગયો હતો.

આ ઘટનાની તસવીર સોશિયલ મીડિયામાં સામે આવ્યા પછી હવે લોકો ટ્રાફિક ડિપાર્ટમેન્ટના કામ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે બાઈક ચાલકને ટ્રાફિક ડિપાર્ટમેન્ટના લોકો ઉપાડી રહ્યા હતા ત્યારે તે કહેતો હતો કે, સર, મારી બાઈક નો પાર્કિંગમાં નથી. હું બે મિનિટ માટે રસ્તા પાસે ઉભો રહ્યો હતો. મેં મારી બાઈક અહીં પાર્ક નહતી કરી. હું તુરંત નીકળી જ રહ્યો છું, તો પ્લીઝ મારી સામે કાર્યવાહી ના કરો. આરોપ છે કે, આટલું કહ્યા પછી પણ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના લોકો ના માન્યા અને વ્યક્તિને બાઈક સાથે ઉપાડી લીધો.

આ ઘટનાનો વીડિયા સામે આવ્યા પછી લોકો સવાલ કરી રહ્યા છે કે, શું યુવકની ભૂલ હોય તો પણ બાઈક સાથે તેને ઉપાડી લેવો યોગ્ય છે? જો તે પડી જતો તો તેની જવાબદારી કોની રહેશે? આ મુદ્દે એવા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે, આ શૂટ કરનાર વ્યક્તિ સાથે પણ ટ્રાફિક પોલિસના અધિકારીઓએ ગેરવર્તણૂક કરી હતી.

ઘટના સ્થળે હાજર સાક્ષી અભિજીત ધાવલેએ કહ્યું કે, સામાન્ય નાગરિકોને નાનાપેઠ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સતત પરેશાન કરી રહી છે. તેઓ અમારી દુકાન સામેથી ગાડીઓ ઉપાડી રહ્યા છે અને થોડી લેણે-દેણ પછી ગાડી છોડીને તુરંત ત્યાંથી જતા રહે છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટના DCP શ્રીરામે કહ્યું કે, નાના પેઠ વિસ્તારમાં થયેલી આ ઘટનાનો ડિટેલ રિપોર્ટ અમે મેળવી લીધો છે. આ તપાસમાં કોઈ દોષિત સાબીત થશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *