કુંડળીમાં આ રીતે બને છે શનિ દોષ, જાણો કેવી રીતે બચશો શનિ દેવના ક્રોધથી?

Feature Right Religion

અમદાવાદઃ શનિ એક ક્રૂર ગ્રહ છે. કોઈ પણ વ્યક્તિ પર તેની વક્ર દૃષ્ટિ પડે તો તે વ્યક્તિના જીવનમા સમસ્યાઓ આવી શકે છે. શનિની ચાલ ધીમી હોય છે અને તેથી જ જાતકના જીવન પર તેની અસર લાંબા સમય સુધી રહે છે. જન્મ કુંડળીમાં શનિનું સ્થાન બતાવે છે કે તેનો પ્રભાવ જાતકના ઉપર શુભ રહેશે કે અશુભ. કારણ કે કુંડળીમાં શનિનું સ્થાન શુભ ના હોય તો જાતકની કુંડળીમાં શનિ દોષોનું નિર્માણ કરે છે, જે વ્યક્તિ માટે સમસ્યારૂપ બની શકે છે. કુંડળીમાં 12 ભાવ બોય છે. આ ભાવ વ્યક્તિના સંપૂર્ણ જીવનની વ્યાખ્યા કરે છે. આ ભાવોમાં શનિ ક્યા શુભ અને ક્યા અશુભ છે, તે જાણવાનો પ્રયાસ કરે છે. સૌથી પહેલા કુંડળીનો ચોથો ભાવ જેને સુખ ભાવ કહેવામાં આવે છે, આ ભાવમાં શનિને સારો માનવામાં આવતો નથી. એટલે કે આ ભાવમાં શનિ હોય તો વ્યક્તિના સુખોમાં ગ્રહણ લાગી શકે છે.

શનિ, રાહુ તથા મંગળ સાથે હોવાથી દુર્ઘટનાનો પ્રચંડ દુર્યોગ બને છે. આવી પરિસ્થિતિમાં જાતકે સંભાળીને વાહન ચલાવવું જોઈએ અને યાત્રા કરતા સમયે સાવધાની રાખવી. શનિ તથા સૂર્ય સાથે હોય તો કુંડળીમાં દોષ બને છે, જેને કારણે પિતા-પુત્રના સંબંધો ખરાબ થાય છે. બંને વચ્ચે મતભેદ રહે છે. ખરી રીતે શનિ દેવને સૂર્ય દેવનો પુત્ર કહેવામાં આવે છે અને બંને વચ્ચે શત્રુનો ભાવ છે. શનિ વૃશ્ચિક રાશિમાં કે પછી ચંદ્રમા સાથે હોય તો કુંડળીમાં વિષ યોગ બને છે, જેનાથી જાતક કાર્યક્ષેત્રમાં નિષ્ફળ રહે છે. શનિ જો પોતાની રાશિ મેષમાં નીચનોહોય તો જાતકને નકારાત્મક ફળ મળે છે.

  • શનિદોષથી બચવા માટે દર શનિવારે આ ઉપાયો કરો
  • દર શનિવારે ઉપવાસ કરો
  •  સાંજે પીપળાના ઝાડને પાણી ચઢાવો તથા સરસીયાના તેલનો દીવો કરો
  •  શનિના બીજ મંત્ર ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमःનો 108 વાર જાપ કરો
  •  કાળા કે નીલા રંગના કપડાં પહેરો
  •  ભીખારીઓને અન્ન તથા વસ્ત્રોનું દાન આપો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *