આ ડિરેક્ટર સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરશે ‘દેવસેના’!, ક્લિક કરીને જાણો કોણ છે?

Bollywood

મુંબઈ: ફિલ્મ બાહુબલીમાં દેવસેનાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી પ્રભાસ સાથે લગ્ન અને અફેરને લઇને અગાઉથી જ ચર્ચામાં આવી હતી. પરંતુ પ્રભાસે એક્ટ્રેસ સાથે સંબંધોને મિત્રતાનું નામ આપ્યું હતું. હવે અનુષ્કાને લઇને ખબર આવી રહી છે કે તે ડિરેક્ટર પ્રકાશ કોવલામુડી સાથે લગ્ન કરી શકે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અનુષ્કા શેટ્ટી જાણીતા ડિરેક્ટર કે. રાઘવેન્દ્ર રાવના દિકરા પ્રકાશ કોવલામુડી સાથે લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. જો કે હજુ અનુષ્કાએ પોતાની પર્સનલ લાઇફ પર મૌન રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે પ્રકાશના પ્રથમ લગ્ન રાઇટર કનિકા ઢિલ્લન સાથે થઇ ચૂક્યા છે. બંનેએ 2014માં લગ્ન કર્યા હતા. પરંતુ હવે બંને આ લગ્નથી અલગ થઇ ચૂક્યા છે. જો કે બંને વચ્ચેના ડિવોર્સની કોઇ જાણકારી નથી આવી.

ગત વર્ષે કનિકા અને પ્રકાશે મીડિયાને છૂટ્ટા પડવાની જાણકારી આપી હતી. રિપોર્ટસ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે કનિકાએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે 2 વર્ષ પહેલા જ પ્રકાશથી અલગ થઇ ગઇ હતી.

પ્રકાશે કંગના રાનૌટની ફિલ્મ ‘જજમેન્ટલ છે ક્યાં’ને ડિરેક્ટ કરી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ 2019માં રીલિઝ થઇ હતી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રકાશ અને અનુષ્કાની પ્રથમ મુલાકાત ફિલ્મ ‘સાઇઝ જીરો’ના શૂટિંગ દરમિયાન થઇ હતી. અનુષ્કા શેટ્ટીને લઇને સામે આવેલા આ રિપોર્ટમાં કેટલી સચ્ચાઇ છે તેનો ખુલાસો હજુ થયો નથી પરંતુ ઇન્ડસ્ટ્રીઝમાં આ વાતે ભારે જોર પકડ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *