Tuesday, April 16, 2024
Google search engine
HomeFeature Rightઆ છે ઓરિસ્સાના મોદી, સાધુની જેમ જીવન જીવનાર પ્રતાપ સારંગી બન્યા સાંસદ

આ છે ઓરિસ્સાના મોદી, સાધુની જેમ જીવન જીવનાર પ્રતાપ સારંગી બન્યા સાંસદ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી આંધી જોવા મળી હતી. દેશમાં ચારે બાજુ મોદી સુનામી જોવા મળી છે. આ સમય દરમિયાન એક વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેનું નામ પ્રતાપ ચંદ્ર સારંગી છે. સારંગીએ આ લોકસભા ચૂંટણીમાં ઓરિસ્સાના બાલાસોરમાં ભાજપની ટિકિટ પરથી જીત મેળવી છે.

 

12 હજાર મતોથી આપ્યો પરાજયઃ પ્રતાપ સારંગીએ ઓરિસ્સાના બાલાસોર લોકસભા બેઠક પરથી બીજેડીના ઉમેદવાર રવિન્દ્ર કુમાર જોનાને 12 હજાર 956 મતોથી હરાવ્યા છે. પ્રતાપ સારંગીએ લગ્ન કર્યાં નથી. ગયા વર્ષે તેમની માતાનું નિધન થયું હતું. સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવેલી તસવીરોમાં સારંગી જમીન પર બેસીને ડોક્યૂમેન્ટ્સ જુએ છે.
ઓરિસ્સાના મોદીઃ પ્રતાપ સારંગીની ત્રણ તસવીરો શૅર કરીને એક યુઝરે લખ્યું હતું કે આ ઓરિસ્સાના મોદી છે. તેમણે લગ્ન કર્યાં નથી. તેમની પાસે સંપત્તિ પણ નથી. નાનકડાં ઘરમાં રહે છે અને ગ્રાસરૂટ લોકોનું ભરપૂર સમર્થન છે. બાલાસોરથી જીતીને દિલ્હી જવાની તૈયારી કરે છે. સોશિયલ મીડિયામાં તેમને ઘણાં જ વખાણ થઈ રહ્યાં છે. કેટલાંક યુઝર્સે ત્યાં સુધી કહ્યું કે તેમને ઓરિસ્સાના સીએમ બનાવી દેવા જોઈએ.
બેવાર ધારાસભ્ય બન્યાઃ સાંસદ બનતા પહેલાં પ્રતાપ સારંગીએ ઓરિસ્સાની નીલગિરી વિધાનસભા સીટ પરથી 2004 તથા 2009માં વિધાનસભાની ચૂંટણી જીતી હતી. આ પહેલાં 2014માં લોકસભા ચૂંટણીમાં નસીબ અજમાવ્યું હતું પરંતુ હારી ગયા હતાં. નરેન્દ્ર મોદીના નિકટના સાથી માનવામાં આવે છે. મોદી જ્યારે પણ ઓરિસ્સા આવે ત્યારે પ્રતાપ સારંગીને અચૂક મળે છે.
ગરીબ પરિવારમાં જન્મઃ પ્રતાપ સારંગીનો જન્મ નીલગિરીના ગોપીનાથપુર ગામના એક ગરીબ પરિવારમાં થયો છે. 4 જાન્યુઆરી, 1955ના રોજ જન્મેલા સારંગીએ સ્થાનિક ફકીર કોલેજમાંથી ડિગ્રી લીધી છે. પ્રતાપ સારંગી નાનપણથી આધ્યાત્મિક છે. તેઓ રામકૃષ્ણ મઠમાં સાધુ બનવા માંગતા હતાં. જોકે, જ્યારે મઠના લોકોને ખબર પડી કે પ્રતાપના પિતાનું અવસાન થઈ ગયું છે અને મા એકલી છે તો તેમણે માતાની સેવા કરવાની સલાહ આપી હતી.
જનસેવા એ જ પ્રભુસેવાઃ પ્રતાપ સારંગીએ માતાની સેવા કરવાની સાથે સાથે જનસેવા પણ કરી. તેમણે બાલાસોર તથા મયૂરભંજના આદિવાસી માટે અનેક સ્કૂલો બનાવી છે. વર્ષ 2014ની એફિડેવિટ પ્રમાણે, પ્રતાપ પાસે 10 લાખ રૂપિયા છે. સંન્યાસીની જેમ જીવન જીવતા પ્રતાપને ધર્મમાં ઘણી જ આસ્થા છે.

 

 

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of imagination and let your mind fly! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page