Thursday, April 18, 2024
Google search engine
HomeNationalજાવેદ હબીબે પાણીના બદલે થૂંક નાખી મહિલાના વાળ કાપ્યા, ભાંગી પડી મહિલા

જાવેદ હબીબે પાણીના બદલે થૂંક નાખી મહિલાના વાળ કાપ્યા, ભાંગી પડી મહિલા

જાણીતા હેરડ્રેસર જાવેદ હબીબ પોતાની એક હરકતને કારણે અચાનક જ ચર્ચામાં આવ્યો છે. તેણે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં 3 જાન્યુઆરીના રોજ એક શો દરમિયાન મહિલાના વાળમાં થૂંક લગાવ્યું હતું. ગુરુવાર, 6 જાન્યુઆરીના રોજ જાવેદ વાળ પર થૂંક લગાવે છે તે વીડિયો પણ વાઇરલ થયો હતો. જાવેદ હબીબે વાળની કેર માટે શેમ્પુનું મહત્ત્વ જણાવ્યું હતું અને આ થૂંક કેટલું શક્તિશાળી છે તે કહ્યું હતું. મહિલા બાગપતના બડૌતમાં રહે છે.

મહિલાએ કહ્યું હતું કે ત્રણ દિવસ પહેલાં જાવેદ હબીબે હાઇવે સ્થિત હોટલ કિંગ વિલામાં એક વર્કશોપમાં ડેમોસ્ટ્રેશન આપ્યું હતું. તે સમયે વાળને ડ્રાય ગણાવીને થૂંક લગાવ્યું હતું. હબીબે જાહેરમાં મારા વાળમાં થૂંકીને અપમાન કર્યું છે. વર્કશોપમાં પછી તેણે વાળ કપાવ્યા નહોતા. તે ગલીના નાકે ઊભા રહેતા વાળંદ પાસે વાળ કપાવવાનું પસંદ કરશે.

9 વર્ષની કરિયર બરબાદ થઈઃ પૂજા ગુપ્તા બડૌતમાં વંશિકા બ્યૂટી પાર્લર ચલાવે છે. તેણે કહ્યું હતું કે તેના પાર્લર પર અમાનસર તથા અન્ય એક વ્યક્તિ આવ્યા હતા. તેમણે કંપનીનું નામ લેતા કહ્યું હતું કે મુઝફ્ફરનગરમાં બ્યૂટી પાર્લર તથા મેકઅપ અંગે સેમિનાર છે. સેમિનારમાં ભાગ લેવા માટે અઢી હજાર ફી હતી. કંપની તરફથી પાંચ હજારની ગિફ્ટ આપવામાં આવશે તેવી વાત છે. કેમિકલ મેકઅપ શીખવવાની વાત હતી. જાવેદ હબીબને મળવાની તક મળશે.

પૂજાએ આગળ કહ્યું હતું, ‘અમે પાંચ સ્ટાફ મેમ્બર સાથે ત્યાં ગયા હતા. સ્ટૂડન્ટ સામે બેવાર જાવેદ હબીબે થૂંક્યું હતું. મારા સન્માનને ઠેસ પહોંચી છે. મેં વિરોધ કર્યો તો કોઈએ સાંભળ્યું નહીં. મારી નવ વર્ષની કરિયર ચોપટ થઈ ગઈ. મેં મુખ્યમંત્રીને ફરિયાદ કરી, પરંતુ કોઈ જવાબ ના મળ્યો.’

પૂજાએ વધુમાં કહ્યું હતું, ‘આ મારા એકલાની વાત નથી. બની શકે કે જાવેદ હબીબ અન્ય સેમિનારમાં આવી હરકત કરતો હોય. હું ત્યાં શીખવા માટે ગઈ હતી, મારા પર કોઈ થૂંકે તે માટે ગઈ નહોતી. તેણે જાહેરમાં મારી પર થૂંક લગાવ્યું અને કહ્યું કે થૂંકમાં જાન છે. જાવેદ પર કડક કાર્યવાહી થવી જોઈએ.’

પોલીસે કહ્યું, તપાસ થશેઃ કોરોનાકાળમાં મહિલાના વાળમાં જાવેદ હબીબે થૂંક લગાવતા લોકોએ વિરોધ કર્યો છે. પોલીસ અભિષેક યાદવે કહ્યું હતું કે વીડિયો કયાનો છે, તેની તપાસ થઈ રહી છે. માહિતી મળતા આગળની કાર્યવાહી કરવામાં આવશે.’

હબીબ અને વિવાદઃ હબીબ આ પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યો છે. 2017માં કોલકાતામાં જાવેદે એક જાહેરાત આપી હતી. તસવીરમાં ભગવાન ફેશિયલ કરાવતા જોવા મળ્યા હતા. ગણેશજી ખુરશી પર બેસીને પૈસા ગણે છે અને લક્ષ્મીદેવી મેકઅપ કરાવે છે. દુર્ગા માતા લાઇનમાં ઊભા છે અને અન્ય દેવી દેવતા પણ છે. જાહેરાતનું કેપ્શન હતું, ‘ભગવાન પણ જેએચ સલૂનમાં આવે છે.’ આ કેપ્શન પર ખાસ્સો વિવાદ થયો હતો. જોકે, જાવેદે માફી માગી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this online casino site and won a substantial amount, but after some time, my mom fell ill, and I needed to cash out some money from my account. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mother died due to this gambling platform. I implore for your assistance in lodging a complaint against this website. Please assist me to obtain justice, so that others won’t have to undergo the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. I tried my luck on this online casino platform and won a significant amount of earnings. However, eventually, my mom fell seriously ill, and I wanted to cash out some funds from my wallet. Unfortunately, I faced issues and was unable to finalize the cashout. Tragically, my mom died due to this casino site. I earnestly plead for your help in addressing this concern with the platform. Please aid me to find justice, to ensure others do not endure the pain I’m facing today, and prevent them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page