Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratલાખોની નોકરીને એક ઝાટકે છોડી, હવે ગુજરાતમાં બનાવી એવી ધાક કે થરથર...

લાખોની નોકરીને એક ઝાટકે છોડી, હવે ગુજરાતમાં બનાવી એવી ધાક કે થરથર ધ્રુજે છે ગુનેગારો!

થરાદઃ આજે મોટાભાગના યુવાનો વિદેશમાં નોકરી કરવાનું સપનું જુએ છે. વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ કે નોકરી કરવા માગતા લોકોએ આ ખાસ વાંચવાની જરૂર છે. આજે અમે વાત કરીશું પૂજા યાદવની. વિદેશમાં અભ્યાસ કર્યા બાદ પણ તેણે ત્યાં રહેવાને બદલે તે ભારત આવી ગઈ હતી. અહીંયા તે IPS બની.

કોણ છે પૂજા યાદવઃ હરિયાણામાં રહેતી પૂજા યાદવનો જન્મ 20 સપ્ટેમ્બર, 1988માં થયો હતો. તેને નાનપણથી અભ્યાસનો શોખ હતો. સ્કૂલનો અભ્યાસ પૂરો થયા બાદ જ તે નોકરી કરવા લાગતી હતી. કારણ કે તેના પરિવારની આર્થિક સ્થિતિ ઠીક નહોતી. અભ્યાસની સાથે સાથે તેણે નોકરી કરી અને પૈસા ભેગા કર્યા હતા. પૂજાએ રિસેપ્શનિસ્ટની નોકરીની સાથે તે બાળકોને ટ્યૂશન આપતી હતી. તે એમટેકનો અભ્યાસ કરવા માટે ફી ભેગી કરતી હતી. આ દરમિયાન તેણે બાયો ટેક્નોલોજીમાં કામ કરતાં કરતાં કેનેડા જવાનો નિર્ણય કર્યો હતો. અહીંયા તેણે થોડાં વર્ષ નોકરી પણ કરી હતી. કેનેડા બાદ તે જર્મની શિફ્ટ થઈ ગઈ હતી.

ભારત કેમ આવીઃ જર્મનીમાં પૂજા યાદવનું જીવન ઘણી જ સહજતાથી ચાલતું હતું. તેની પાસે સારી નોકરી હતી, વિદેશમાં રહેવાની તક હતી અને પૈસા હતા. જોકે, આ દરમિયાન પૂજાને અહેસાસ થયો કે તે પોતાનો દેશ છોડીને જર્મનીના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહી છે અને ભારત પાછળ પડી રહ્યું છે. બીજા દેશો આગળ વધી રહ્યાં છે. આથી જ પૂજાએ જર્મનીથી પરત આવવાનો નિર્ણય લીધો. અહીંયા તેણે લાખોની નોકરી છોડી દીધી અને ભારત આવીને યુપીએસસીની પરીક્ષાની તૈયાર કરી હતી. પૂજા યાદવ દેશ માટે કંઈક કરવા માગતી હતી.

નિષ્ફળ થઈ પણ હાર ના માનીઃ પહેલીવારની એક્ઝામમાં પૂજા ફેઇલ થઈ હતી. તેના માટે આ સફર સહેજ પણ સરળ નહોતી. દિવસ રાત ભણવા છતાંય તે પહેલા પ્રયાસમાં નિષ્ફળ ગઈ હતી. 2018માં પૂજા યાદવ બીજા પ્રયાસે પાસ થઈ હતી. ત્યારબાદ તેણે ગોધરાની એસપી ડૉ. લીના પાટિલની અંડરમાં ટ્રેનિંગ પૂરી કરી હતી. 2020માં પૂજાનું પહેલું પોસ્ટિંગ ગુજરાતના બનાસકાંઠાના થરાદ જિલ્લામાં એએસપી તરીકે હતું. પૂજા યાદવ થરાદમાં નિયુક્ત થનાર પહેલી મહિલા આઈપીએસ ઓફિસર છે.

મન લગાવીને કામ કરે છેઃ પૂજા યાદવનું પોસ્ટિંગ ગુજરાતના થરાદમાં છે. આ વિસ્તાર એકબાજુ પાકિસ્તાન તથા બીજી બાજુ રાજસ્થાન બોર્ડરથી ઘેરાયેલો છે. થરાબ ગેમ્બિલિંગનું હબ છે અને પૂજા માટે આ સૌથી મોટો પડકાર હતો. પૂજા યાદવે પોતાની સમજથી અત્યાર સુધી થરાદમાં 1.5 કરોડ રૂપિયાનો દારૂ પકડ્યો હતો. હવે થરાદમાં ગેમ્બિલિંગ કરવું મુશ્કેલ છે. હવે અહીંયા શિક્ષણનું સ્તર વધ્યું છે. ગેરકાયદેસર કામો ઘટ્યા છે. આઈપીએસ મહિલા અધિકારીની પોતાના વિસ્તારમાં જબરજસ્ત પકડ જોવા મળી છે.

આઈએએસ સાથે લગ્નઃ પૂજાએ આઈપીએસ બન્યા બાદ 18 ફેબ્રુઆરી, 2021માં આઈએએસ વિકલ્પ ભારદ્વાજ સાથે લગ્ન કર્યાં છે. વિકલ્પ 2016ના કેરળ કેડરનો આઈએએસ અધિકારી છે. પૂજા તથા વિકલ્પની પહેલી મુલાકાત મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય એકેડેમીમાં થઈ હતી. પહેલાં મિત્રતા અને પછી પ્રેમ થયો હતો. પૂજા સાથેના લગ્ન બાદ વિકલ્પ ગુજરાત શિફ્ટ થઈ ગયો હતો. પૂજા દેખાવમાં બોલિવૂડ એક્ટ્રેસ કરતાં સહેજ પણ ઊતરતી નથી.

સો.મીડિયામાં એક્ટિવઃ આટલું જ નહીં પૂજા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે પોતાના વિસ્તારની નાનામાં નાની માહિતી શૅર કરે છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page