મુંબઈ: બુધવારે દુનિયામાં દરેક જગ્યાએ લોકો ક્રિસમસ સેલિબ્રેશનની તૈયારી કરતાં જોવા મળ્યાં હતાં. ઘણી જગ્યાએ તો લોકોએ મંગળવારે રાતે જ સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું. ત્યારે બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂરના ઘરે ક્રિસમસ સેલિબ્રેશન માટે એક પાર્ટી રાખવામાં આવી હતી. ક્રિસમસ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
આ પાર્ટીમાં બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા, બહેન અમૃતા અરોરા અને પુત્ર અરહાનની સાથે પહોંચી હતી. આ સિવાય કરીનાની બહેન કરિશ્મા કપૂર, નતાશા પૂનાવાલા, કરન જોહર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, અર્જૂન કપૂર, સંજય કપૂર, મહીપ કપૂર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પાર્ટીમાં હાજરી આપી હતી.
પાર્ટીમાં કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા અને કરિના કપૂર સહિત અન્ય સેલિબ્રિટી ફોટો પડાવતાં જોવા મળ્યાં હતાં. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ કરિના કપૂરે આપેલી ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપી હતી.b મલાઈકા અરોરા, અમૃતા અરોરા અને કરીના સેલ્ફી લેતાં જોવા મળ્યાં હતાં. કરન જોહરની સાથે મલાઈકા અરોરા અને કરિના કપૂર જોવા મળી હતી.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન કરન જોહરની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યાં હતાં. પાર્ટીમાં કુલ લુકમાં પહોંચ્યો કરન જોહર. પુત્ર અરહાનની સાથે પાર્ટીમાં પહોંચી મલાઈકા અરોરા. ક્રિસમસ પાર્ટીમાં અર્જૂન કપૂર, સંજય કપૂર અને તેની પત્ની પણ સાથે જોવા મળી હતી.
Good
Good patiy