દેશના નાગરિકોને મારનારા નક્સલીઓએ કર્યું સરેન્ડર ને પોલીસે કરાવ્યા લગ્ન, અનોખા લગ્ન જોઈ લાગશે નવાઈ

Feature Right National

One Gujarat, Chhattisgarh: છત્તીસગઢના સુકમા જિલ્લાનાં જંગલોમાં નક્સલી હુમલામાં સુરક્ષાદળોના 23 જવાનો શહીદ થયા હતા. આ સમાચાર રવિવારે સવારે સામે આવ્યા હતાં ત્યાર બાજ સમગ્ર દેશમાં સન્નાટો છવાઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો. ત્યારે વેલેન્ટાઈન ડે નિમિત્તે બસ્તર વિસ્તારમાં 14 નક્સલીઓનાં લગ્ન યોજાયા હતાં. આ લગ્નમાં પોલીસે પણ સહયોગ આપ્યો હતો. એસપી ડો.અભષેક પલ્લવા જાનૈયા બનીને નક્સલીઓના લગ્નમાં જોડાયા હતા જેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ અનોખા લગ્નમાં એક કપલ એવું હતું, જે પહેલાં નક્સલવાદી હતા.

તમામ નક્સલવાદીઓ દાંતેવાડા જિલ્લાના રહેવાસી છે. કારલી હેલિપેડ નજીકના મંડપમાં સરેન્ડર કરનારા 14 નક્સલવાદીઓએ લગ્ન કર્યા હતા. જેમાં એક કપલ એવું હતું કે, જે પહેલાંથી જ નક્સલવાદી હતા અને જેમણે પોલીસ પર ઘણી વખત હુમલો કર્યો હતો.

રિપોર્ટ્સ મુજબ, તેમણે એકવાર ગામના તે રસ્તાઓ તોડી નાખ્યા હતા, જ્યાંથી ફોર્સના લોકો આવતા-જતા હતા. નફરત અને હિંસાના માહોલમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. હવે પોલીસે તેમની મદદગાર સાબિત થઈ હતી.

ગુડ્ડુએ સામાન્ય જીવન જીવવા માટે સરેન્ડર કર્યું. તેણે જણાવ્યું કે, શરણાગતિ પછી સમેલી ગામના ભૂમે સાથે સંપર્કમાં આવ્યા. ફોન પર વાત શરૂ થઈ. બંનેએ ફોટા શેર કર્યાં. આ પછી પ્રેમ વ્યક્ત કર્યો. ભુમેને મળવા બોલાવ્યો અને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ભૂમે સંમતિ આપી હતી.

સોમાદુ અને જોગીએ કહ્યું કે તેઓ સંગઠનમાં હતા ત્યારથી એકબીજાને જાણતા હતા. હું પ્રેમ માં પડ્યો. વાતચીચ થતી હતી. સરેન્ડર પછી પ્રેમ વધુ વધતો ગયો. હવે લગ્ન પછી સામાન્ય જીવન જીવવા માગે છે, જે નક્સલવાદીઓ સાથે શક્ય ન હતું.

મુસ્કેલ ગામના રહેવાસી રતનને કહ્યું કે તેને હવે બાળપણના પ્રેમ જાનકી સાથે લગ્ન કરી લીધા છે.. રતને હથિયાર સાથે સરેન્ડર કરી લીધું છે. તેણે જણાવ્યું કે, તે જાનકીને ખૂબ પ્રેમ કરે છે. બાળપણથી જ પ્રેમની શરૂઆત થઈ ત્યારે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. આ દરમિયાન તે નક્સલવાદી સંગઠનમાં ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *