Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightદુલ્હનની એક ઈચ્છા પૂરી કરવા વરરાજાએ ખર્ચ્યા લાખો રૂપિયા, હેલિકોપ્ટરમાં કરાવી વિદાય

દુલ્હનની એક ઈચ્છા પૂરી કરવા વરરાજાએ ખર્ચ્યા લાખો રૂપિયા, હેલિકોપ્ટરમાં કરાવી વિદાય

ભરતપુરઃ રાજસ્થાનના ભરતપુરના કરીલી ગામમાં વરરાજા દુલ્હનને લેવા હેલિકૉપ્ટરમાં પહોંચ્યા હતા. જ્યારે હેલિકૉપ્ટર સાંજે ગામમા આવ્યું તો લોકોની ભીડ તેને જોવા ભેગી થઈ હતી. ગામ કરીલીમાં હસંરાજ ગુર્જરની દીકરી રમાના લગ્ન રાયપુરના સિયારામ ગુર્જર સાથે થયા હતા. લગ્ન માટે દુલ્હો હેલિકૉપ્ટરથી કરીલી ગામ પહોંચ્યો હતો.

સાંજે હેલિકૉપ્ટર દુલ્હાને મુકી પરત જતું રહ્યું. બીજા દિવસે સવાલે દુલ્હા-દુલ્હનની વિદાય સવારે 8 વાગે થવાની હતી. જોકે હેલિકૉપ્ટર મોડું આવવાથી વિદાય 11 વાગે થઈ હતી. દુલ્હાની ઈચ્છા હતી કે પ્રારંભથી જ તે દુલ્હનને હેલિકૉપ્ટરમાં લઈ જવા માંગતો હતો. ખેડૂત પુત્ર સિયારામે આ માટે 7 લાખનો ખર્ચ કરી પરિવારજનોના સમર્થનથી ઈચ્છા પૂર્ણ કરી હતી.

દુ્લ્હન પણ આવી જ ઈચ્છા રાખતી હોવાથી તેની ઈચ્છા પણ પૂર્ણ થઈ હતી. રમાએ કહ્યું કે-‘હેલિકૉપ્ટરમાં વિદાય તેનું સ્વપ્ન હતું, જેને તેના પતિએ પૂર્ણ કર્યું.’આ વિસ્તારમાં હેલિકૉપ્ટરમાં વિદાય થવાની આ સંભવત પ્રથમ ઘટના હતી.

વિદાયની ઘટના સમયે સ્થાનિક અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પણ વિદાયના સ્થળે હાજર રહ્યાં હતા.

અગાઉ કલેક્ટરે કોરોના ગાઈડલાઈન્સના ભંગની આશંકાએ મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો, જોકે પછીથી અમુક શરતો સાથે મંજૂરી આપવામા આવી હતી. જેનું વરરાજા અને દુલ્હન સહિતના લોકોએ પાલન કર્યું હતું.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I tried my luck on this gambling site and earned a considerable amount of earnings. However, eventually, my mom fell critically ill, and I required to cash out some money from my casino balance. Unfortunately, I encountered issues and couldn’t finalize the cashout. Tragically, my mother died due to such gambling platform. I urgently plead for your help in addressing this issue with the online casino. Please assist me in seeking justice, to ensure others won’t have to experience the anguish I’m facing today, and avert them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page