Friday, April 12, 2024
Google search engine
HomeNational'લેડી ડોન' રેખાને પામવા બે ગેંગસ્ટર મિત્રો બન્યા દુશ્મન, વરસાવી એકબીજા પર...

‘લેડી ડોન’ રેખાને પામવા બે ગેંગસ્ટર મિત્રો બન્યા દુશ્મન, વરસાવી એકબીજા પર ગોળીઓ, જુઓ તસવીરો

આજકાલ ‘લેડી ડૉન’ રેખા મીનાની ચારેબાજુ ચર્ચા છે. માત્ર 19 વર્ષની રેખાનું ક્રિમિનલ વર્લ્ડમાં આજે મોટું નામ છે. હથિયાર રાખવાની શોખીન રેખા મીનાને પોલીસે ગઈ કાલે ઝડપી પાડી હતી. રેખા મીનાની લાઈફ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. ખતરનાક હસિનાના અનેક દીવાનાઓ છે. એટલું જ નહીં રેખા મીનાને કારણે બે ગેંગસ્ટર વચ્ચે વોર જામ્યો છે. રેખાને પામવા માટે એક સમયે પાક્કા મિત્રો એકબીજાના જીવના દુશમની બની ગયા છે.

નોંધનીય છે કે રાજસ્થાનના ક્રાઈમ વર્લ્ડમાં ઊભરી આવેલી ‘લેડી ડોન’ને ગઈ કાલે પોલીસે ઝડપી પાડી હતી. રાજસ્થાનના કરૌલીની 19 વર્ષીય રેખા મીના તમંચે પર ડિસ્કો ગીત પર ડાન્સ કરવાની સાથે દારૂની પાર્ટીની શોખીન છે અને તેનો ગેંગવોરનો વ્યવસાય છે. તે ફેસબુક પર લાઇવ થાય છે અને જાહેરમાં વિરોધી ગેંગને ધમકીઓ આપે છે. સિગારેટના ધુમાડાની વીંટી બનાવીને રેખા એટલી ખરાબ રીતે ગાળો આપે છે કે સાંભળનારાના કાન ફાટી જાય છે. પોલીસે જ્યારે પહેલીવાર પકડમાં આવેલી રેખાનો ઈતિહાસ શોધ્યો તો ચોંકાવનારી બાબતો સામે આવી. પોલીસ લગભગ અઢી મહિનાથી રેખાનાં છુપાવાનાં સ્થળો પર દરોડા પાડી રહી હતી.

બે મિત્રોમાં ફૂટ પડાવીઃ કરૌલીના કુડગાંવ પોલીસ સ્ટેશનના હિસ્ટ્રીશીટર તથા બીજલપુર ભડક્યાના રહેવાસી પપ્પુ મીણા ઉર્ફએ પીએલ ભડક્યા તથા અનુરાજ મીણા સારા મિત્રો હતાં. બંને એકબીજા માટે જીવ આપી દેવા તૈયાર હતા. જોકે, અચાનક જ આ મિત્રો એકબીજાના દુશ્મન બની ગયા અને અલગ થઈ ગયા. આ બંને વચ્ચે ગેંગવોર સામાન્ય થઈ ગયું છે.

છ મહિના પહેલાં હિસ્ટ્રીશીટર મિત્ર સાથે મુલાકાત કરાવીઃ રેખા મીના જયપુરમાં અનુરાજ મીણા સાથે સંપર્કમાં આવી હતી. બંને એક જ જિલ્લા કરૌલીના છે. અનુરાજ તથા રેખાની નિકટતા વધતી જતી હતી. અંદાજે છ મહિના પહેલાં અનુરાજે રેખાની મુલાકાત પોતાના ખાસ મિત્ર હિસ્ટ્રીશીટર પપ્પુ સાથે કરાવી હતી. આ દરમિયાન રેખા ને પપ્પુની નિકટતા વધી હતી.

પોસ્ટ શૅર કરી તો લાઇવ જવાબ આપ્યોઃ રિલેશન દરમિયાન રેખાની એક પોસ્ટ હિસ્ટ્રીશીટર પપ્પુએ સો.મીડિયામાં શૅર કરી હતી. આની જાણ જ્યારે અનુરાજને થઈ તો તે ગુસ્સે થઈ ગયો હતો. રેખાએ ફેસબુકમાં પપ્પુને ગાળો ભાંડી હતી. અનુરાજ તથા રેખાની લાઇવ પોસ્ટ જોઈને પપ્પુ ગુસ્સે થઈ ગયો હતો. રેખાને પોતાની સાઇડ કરવા માટે હવે અનુરાજ તથા પપ્પુ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. બંને એકબીજાના લોહીના તરસ્યા બની ગયા છે.

દુશ્મનો વધાર્યાઃ લેડી ડૉન રેખાએ સો.મીડિયામાં બદમાશ લાલા કોડિયાને ગાળો ભાંડી હતી અને તેના ઘરની બહાર જઈને મારી નાખવાની ધમકી આપી હતી. બદમાશ લાલા સાથે લેડી ડૉનની કોઈ દુશ્મની નથઈ. જોકે, લાલા તથા પપ્પુ વચ્ચે મિત્રતા છે. ફેસબુક લાઇવમાં રેખાએ પપ્પુ વિરુદ્ધ ગાળો આપી હતી ત્યારે લાલા કોડિયાએ કમેન્ટ કરી હતી. દુશ્મનનો મિત્ર દુશ્મન એમ માનીને રેકાએ લાલાને પણ ફેસબુક લાઇવમાં ધમકી આપી હતી. લાલાએ સો.મીડિયામાં દાવો કર્યો હતો કે તેણે તેના મિત્ર પીએલ ભડક્યાનો બદલો લેવા માટે અનુરાજના ઘરે સાથીઓ સાથે મળીને ફાયરિંગ કર્યું હતું.

ખેડૂતની દીકરી કેવી રીતે ડોન બની ગઈ?
ટોડાભીમના નાંગલા લાટની રહેવાસી રેખાની માતાનું તેના બાળપણમાં જ અવસાન થયું હતું. ગામમાં પિતા ખેતી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. જયપુરના જગતપુરામાં સ્કૂલનો અભ્યાસ કરનાર રેખા ક્યારે ક્રાઈમની દુનિયામાં ગઈ, તેના પિતાને ખબર પણ ન પડી. સોશિયલ સાઈટ્સ પર રેખા ગર્વથી જયપુરની એક પ્રતિષ્ઠિત શાળામાંથી અભ્યાસ કરવાની વાત કરે છે.

હંમેશાં ચર્ચાઓમાં રહેતી ડોન રેખા
કરૌલી જિલ્લામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક લોકો લેડી ડોન રેખાને જાણે છે. છેલ્લા છ મહિનાથી લેડી ડોનની ચર્ચાઓ થઈ રહી છે. પાર્ટી નાની હોય કે મોટી, તે રેખાના નામથી જ શરૂ થાય છે અને એ જ નામ પર સમાપ્ત થાય છે.

ફોલોઅર્સમાં પણ રેખા ફેમસ
રેખા ફેસબુક અને યુટ્યૂબ પર પણ આગળ છે. લડાઈ-ઝઘડા એ નાની બાબત છે, તમંચા પર ડિસ્કો કરીને રીલ્સ બનાવનારી રેખા મોટા-મોટા બદમાશોની બોલતી બંધ કરી નાખે છે. સોશિયલ સાઈટ પર રેખાના ફોલોઅર્સ ઓછા નથી. લાઇવ થતાં જ ડોનના ફોલોઅર્સ તેનો વીડિયો શેર કરવાનું શરૂ કરે છે.

જયપુરથી ગોવા સુધી પાર્ટીનો જશ્ન
સોશિયલ મીડિયા પર રેખાને લઈને યુવાનોમાં ઘણો ક્રેઝ છે. તે પોતાના જયપુરથી ગોવા જવાના પ્રવાસની રીલ્સ બનાવીને શેર કરતી રહેતી હોય છે. રેખા કહે છે કે છુપાઈને શું કરવું, સામે આવીને લડે તે મર્દ છે. રાઈડિંગની શોખીન રેખા મીનાને સ્પોર્ટ્સ બાઈક અને લક્ઝરી કાર પસંદ છે.

બદમાશોમાં પણ ડરનો માહોલ બનાવ્યો
રેખા જે કહે છે એ કરે છે. કરૌલીમાં તે જયપુરના જગતપુરામાં તેમને દગો આપનારા ગુંડાઓ સામે લડવાની ધમકી પણ આપે છે. હકીકતમાં 28 સપ્ટેમ્બરની સાંજે બદમાશ અનુરાજ એક ડઝન સાથીઓ સાથે હિસ્ટ્રીશીટર પપ્પુ મીના ઉર્ફે પીએલ ભડક્યાના ઘરે ગયો હતો. તેણે પપ્પુના પેટમાં ગોળી મારી અને તેના પરિવારને માર માર્યો. 1 નવેમ્બરના રોજ પોલીસે આ કેસમાં ફરાર અનુરાજની ધરપકડ કરી હતી. ત્યાર પછી તપાસમાં એ વાત સામે આવી કે અનુરાજે રેખાના કહેવા પર આ કર્યું હતું. રેખાના કહેવા પ્રમાણે વીડિયો બનાવ્યો, પણ શેર ન કર્યો. ત્યારથી પોલીસ પણ રેખાને શોધી રહી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this exciting adventure of imagination and let your mind fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! ? ? will be grateful for this exciting journey through the realms of discovery! ?

  2. I played on this casino website and earned a considerable sum of cash. However, later on, my mother fell gravely ill, and I required to take out some money from my wallet. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to this online casino. I urgently request your support in reporting this concern with the platform. Please help me to find justice, to ensure others won’t have to endure the anguish I’m facing today, and stop them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page