Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalદીકરીના બાપ હશો તો જરૂરથી આ યુવતીની હિંમતને બિરદાવશો, છેલ્લાં 40 વર્ષોથી...

દીકરીના બાપ હશો તો જરૂરથી આ યુવતીની હિંમતને બિરદાવશો, છેલ્લાં 40 વર્ષોથી કરે છે આ કામ

પુનાઃ વિશ્વ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આપણે તે રીતે આપણાં વિચારો તથા રહેણી-કરણીમાં ફેરફાર લાવતો રહેવો પડે છે. વાત તો મહિલાઓના હકની હોય તો આજે પણ તેમણે હક માટે લડવું પડે છે અને પોતાને સાબિત કરવા પડે છે. જે લોકો મહિલાઓને ચાર દીવાલની વચ્ચે રાખવા માગતા હોય તો તેમણે બાઈક મિકેનિક તરીકે કામ કરતી દીપાલી ધર્માધિકારીની (46 વર્ષ) આ સ્ટોરી અચૂક વાંચવી જોઈએ.

‘હું માત્ર ચાર વર્ષની હતી અને મારા પિતા કામથી રિટાયર થયા અને પોતાનું ઓટો ગેરેજ શરૂ કર્યું. અમારું ગેરેજ નજીકમાં હતું અને રોજ પિતા સાથે જતી હતી. તેમને કામ કરતાં જોઈને હું મોટી થઈ છું. મારા પિતા ઘણાં જ ખુલ્લાં વિચારો ધરાવતા હતાં. તેમણે મને અને મારી બહેનને ક્યારેય એ વાતનો અહેસાસ નહોતો થવા દીધો કે અમે દીકરીઓ છીએ.’ ‘ઘરમાં એ રીતનો માહોલ રહેતો કે અમે સ્વંત્રત રીતે નવી વસ્તુઓ શીખી લેતા અને અમને નવી વસ્તુઓ શીખવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું. આથી મેં તો નાની ઉંમરમાં મશીન કેવી રીતે કામ કરે છે, તે શીખી લીધું હતું. આટલું જ નહીં જ્યારે હું સ્કૂલ જતા પહેલાં અને આવીને તરત જ ગેરેજ જતી હતી. મને દરેક પ્રકારના ઓટોમોબાઈલ્સ પસંદ છે. પહેલીવાર જ્યારે મેં ટૂ વ્હીલર ચલાવ્યું ત્યારે મારી ઉંમર માત્ર 8 વર્ષની હતી. મારા પગ જમીન સુધી પહોંચતા પણ નહોતાં.’
‘મારા દાદાજીની પાસે લ્યૂના હતી અને જ્યારે તેઓ બપોરના સૂઈ જાય તો હું લ્યૂના લઈને ઘરની બહાર જતી. મારા પિતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે સૌ પહેલાં મને કઈ કઈ સાવધાની રાખવાની તે જણાવ્યું હતું. આ ઉપરાંત બાઈક કેવી રીતે રિપેર થાય તે પણ શીખવ્યું હતું. 18 વર્ષ પહેલાં જ હું એક એક્સપર્ટ મિકેનિક બની ગઈ હતી.’ ‘જ્યારે હું 10મા ધોરણમાં હતી અને પિતાજી સાથે કમનસીબ ઘટના ઘટી હતી. બાઈક રિપેર કરતાં સમયે તેમનો હાથ બાઈકની ચેનમાં આવી ગયો હતો, જેને કારણે તેમની ચારેય આંગળી કપાઈ ગઈ હતી. હવે, તેઓ કામ પર પરત ફરી શકે તેમ નહોતાં. ઘરમાં હું સૌથી મોટી હતી અને પરિવારને મારા પર આશા હતી. પિતા ગેરેજ જઈ શકતા નહોતા અને તેને કારણે આર્થિક સ્થિતિ તંગ બની હતી.’
‘ગુજરાન ચલાવવા માટે હું ગેરેજ જવા લાગી. 10મા બાદ મારે આગળનું ભણવાનું હતું પરંતુ મેં બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો અને આખો દિવસ ગેરેજમાં કામ કરતી હતી. મને ગ્રેજ્યુએશન પૂરું કરતાં 12 વર્ષનો સમય લાગ્યો હતો. હું આ વ્યવસાયમાં એ હદે ખૂપી ગઈ હતી કે મારી પાસે ભણવાનો સમય નહોતો. જોકે, મેં મોડેમોડે પણ ભણવાનું પૂરું કર્યું હતું.’ ‘આજે આ જગ્યાને સંભાળતા મને 40 વર્ષ થઈ ગયા. મેં 16 વર્ષની ઉંમરમાં કામ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ગ્રાહકો બાઈક કે કાર આપતા અચકાતા હતાં. હું એક યુવતી છું અને મારે મારી જાતને રોજ સાબિત કરવાની હતી. જોકે, આજે તો મારા સિવાય કોઈને ગાડી આપતા નથી, તેવા ગ્રાહકો અઢળક છે. પેરેન્ટ્સનું નિધન થઈ ગયું છે. નાની બહેન પરિણીત છું. હવે હું ગેરેજમાં માત્ર સવાર-સાંજ જાઉં છું. બપોરના સમયે મારો ઈન્ટિરિયર ડિઝાઈનનો બિઝનેસ ચલાવું છું. હવે હું નીચે બેસી શકતી નથી. કારણ કે થોડા સમય પહેલાં મારો અકસ્માત થયો હતો અને પગમાં સળિયો નાખ્યો છે. જોકે, હું તેમ છતાંય બાઈક ને બધું રિપેર કરું છું. આ મારા પિતાનું છે અને આ વારસો હું છોડી શકું તેમ નથી.’

 

 

View this post on Instagram

 

(Pune, India) “When I was 4 years old, my dad retired from his job & started this auto repair garage. Since we lived nearby, I’d come with him here every day, so I grew up watching him work. My dad was very open minded & never treated me or my sister differently just because we were girls. We were encouraged to be independent & try new things, so from a very young age I learned how machines worked. Even when I had school, I’d come to the garage before & after classes. I loved all kinds of automobiles! The first time I rode a 2-wheeler, I was just 8 years old – my feet couldn’t even reach the ground! My grandfather had a Luna & every day while he was taking his nap, I’d ‘borrow’ it & go for a ride! When my dad found out, he told me that first, I needed to know the safety precautions & how to repair a bike too, so that’s how I became an expert mechanic even before I was legally allowed to ride! When I was in the 10th grade, my dad had an accident at work – his hand got caught in the chain of a bike & he lost 4 fingers. After that he had trouble getting back to work – he was the sole breadwinner in the family & when business began suffering, we went through a lot of financial problems. That’s when I started spending more time helping out in the garage. After my 10th exams when the time came for my further studies, I chose to take a gap & took over the running of the garage full time. I did complete my graduation eventually but since I was too busy running a business, it took me 12 years! It’s been 30 years now that I’ve been running this place. When I began working here full time at the age of 16, I met a lot of customers who were reluctant to hand over their vehicles to a girl & I had to prove my worth every single day. But over the years, those same people now refuse to take their vehicles to anyone other than me. A few years ago, I met with an accident & now I can’t sit down because I have a rod in my leg, but even then, I still manage to get the work done – this is my dad’s legacy & I’ll never give up on it. When I was younger, I used to feel that I missed out on my childhood, but now when I look back, I know I wouldn’t have done anything differently.”

A post shared by We, The People (@official.wethepeople) on

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities ? into this cosmic journey of discovery and let your imagination soar! ? Don’t just explore, savor the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page