Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratદીકરી પારકી થાપણ કહેવાય, પણ આમણે તો પારકી થાપણને દીકરી બનાવી

દીકરી પારકી થાપણ કહેવાય, પણ આમણે તો પારકી થાપણને દીકરી બનાવી

અમદાવાદ: પોતાની દીકરી તો બધાને લાડકી હોય. દીકરી માટે મા-બાપે આપેલાં ભોગના અનેક કિસ્સાઓ છે. પણ સાબરકાંઠા જિલ્લાની એક સુખદ ઘટના વાંચી તમે પણ કહેશો કે આ ધરતી આવા લોકોને લીધી જ હરિયાળી બની રહી છે. ઈડરના સાબલવાડમાં નોકરી કરતાં શિક્ષિકાએ એક ખૂબ જ ગરીબ પરિવારની છોકરીને ઉછેરી, ભણાવી, નોકરી અને લગ્ન પણ કરાવ્યા હતા. વાત છે સાબલવાડમાં સંસ્કૃત શિક્ષક ચંદ્રિકાબેનની.

1993માં 28 વર્ષની ઉંમરે ચંદ્રિકાબેનને સાબલવાડમાં સંસ્કૃત શિક્ષક તરીકેની નોકરી મળી ત્યારે તેમને ખબરેય ન હતી કે જીવનમાં એક મોટો વળાંક આવવાનો છે. પતિ અને દીકરા સાથે તેઓ સાબલવાડ રહેવાં આવ્યાં. સાબલવાડમાં તેઓ જ્યાં રહેતાં હતાં ત્યાં તેમની બાજુમાં એક કચ્છી પરિવાર પણ રહેતો હતો. રણુભાઈના કુટુંબમાં તેમની પત્ની, બે દીકરીઓ (જશોદા, રેખા) અને એક દીકરો હતાં. આ પરિવારનું કામ મોટેભાગે પટેલનાં ખેતરમાં ખેતમજુરીની રહેતું. બંને બહેનો રોજ સવારે પટેલનાં ઘરે છાસ લેવા આવતી. જશોદા મોટી અને રેખા નાની. એક દિવસ ચંદ્રિકાબેને જશોદાને બોલાવીને ઘરનાં વાસણ ઘસવા માટે પૂછ્યું તો તેણે હા પાડી અને જશોદાએ ચંદ્રિકાબેનનાં ઘરે કામ કરવાનું શરુ કરી દીધું. આ રીતે રણુભાઈના પરિવાર સાથે ચંદ્રિકાબેનનાં પરિવારનો ઘરોબો થયો.

મેં મહિનાનું વેકેશન પડ્યું એટલે ચંદ્રિકાબેનનો પરિવાર બે મહિના માટે મેઢાસણ ગયો. જુનમાં પાછાં સાબલવાડ આવ્યાં એટલે રણુભાનો પરિવાર દેખાયો નહીં., તુરંત જ પટેલને ત્યાં જઈને પૂછ્યું તો પટેલે જવાબ આપ્યો, “તેમને તો મેં છૂટા કરી દીધા છે.” ચંદ્રિકાબેન ઘણાં વ્યથિત થયા. ઘરનું કામકાજ તો ઠીક પણ એ પરિવારનો તો રહેવાનો આશરો છીનવાઈ ગયો હતો એની ચિંતા ચંદ્રિકાબેનને સતાવતી હતી. “એ પરિવારનું શું થયું હશે? ક્યાં ગયો હશે એ પરિવાર?”

ચંદ્રિકાબેનનાં પતિને જાણ કરતાં એમણે સાંત્વના આપી કે તું ચિંતા નહીં કર, હું તપાસ કરું છું. તપાસ કરતાં ખબર પડી કે રણુભાનો પરિવાર સુરપુરમાં રહે છે. ચંદ્રિકાબેનનાં પતિ એમને મળ્યાં, ખબરઅંતર પૂછ્યાં અને સાથે સાથે એક પ્રસ્તાવ પણ આપ્યો, “તમારી મોટી દીકરી જશોદાને મારાં ઘરે કામ કરવાં મોકલો, અમારી સાથે રહેશે, ખાશે-પીશે અને અમે એને સારું એવું વેતન પણ આપશું.” રણુભાએ તરત જ હા પાડી. પણ ચંદ્રિકાબેનનાં ઘરે તો જશોદાની જગ્યાએ તેમણે ૭ વર્ષની રેખાને મોકલી.

જશોદાને આવવું ન હતું જ્યારે રેખા તો તૈયાર હતી. પણ રેખાને જોઇને ચંદ્રિકાબેન તો ચોંકી જ ગયાં! “આવડી નાની છોકરી પાસે કામ થોડું કરાવાય. ભગવાનને ઘેર હું શું જવાબ આપીશ? આટલી કુમળી છોકરીનાં તો રમવાના-ભણવાનાં દિવસો છે! હું શું કરું હવે? “એકબાજુ રણુભાનો પરિવાર હતો અને એકબાજુ ચંદ્રિકાબેનની અસમંજસ! છોકરી પાસે કામ કરાવવું હતું નહીં, પણ રણુભાનાં ઘરનો ભાર પણ હળવો કરવો હતો. એમના ઘરે તો ખાવાનાં ફાંફા છે.” ચંદ્રીકાબેને વિચાર્યું, “આ છોકરી મારી જોડે રહેશે તો એને બે ટંકનું જમવાનું તો મળી રહેશે. ટાઢતાપમાં રક્ષણ મળી રહેશે. એને પાછી મોકલવાનો મારો જીવ નથી ચાલતો.” સહાનુભુતિવશ ચંદ્રિકાબેને રેખાને પોતાનાં ઘરે જ રાખવાનો નિર્ણય લીધો પરંતુ એમને ક્યાં ખબર હતી કે આ છોકરી એક દિવસ એમનાં દિલનો ટુકડો બની જશે.

શરૂઆતમાં ચંદ્રિકાબેન રેખાને ઘરે મૂકીને જતાં હતાં, પરંતુ હંમેશા ચિંતા રહેતી. એમ તો રેખાને ગમતું હતું, પરંતુ ચંદ્રિકાબેનને હંમેશા એ ડર સતાવતો, “રેખા જીપમાં બેસીને જતી રહી તો? એને કોઈ ઉપાડી ગયું તો?”. એટલે જ ચંદ્રીકાબેને રેખાને શાળામાં એડમીશન અપાવી દીધું. આમ, રેખાનું ભણતર શરુ થઇ ગયું. રેખાનાં જીવનનો આ એક વળાંક હતો. રેખા ભણવામાં ખૂબ તેજસ્વી નીવડી. આ બાજુ શાળામાં એ પ્રગતિના સોપાનો સર કરી રહી હતી અને બીજું બાજુ ઘરમાં પણ એનું સ્થાન બનવાં માંડ્યું હતું. ચંદ્રિકાબેનનાં પરિવારનું એ અભિન્ન અંગ બની રહી હતી. રજામાં અને વેકેશનમાં જ તે તેનાં માતપિતાને મળવા જતી. સન 2001માં જ્યારે ચંદ્રિકાબેન એમનાં દીકરાને 10મું ધોરણ ભણાવવા માટે ઇડર આવ્યાં, ત્યારે રેખા પણ તેમની જોડે ઇડર રહેવાં આવી. તેમણે રેખાનું એડમીશન પણ ઇડરમાં કરાવી દીધું. ૧૦મુ ધોરણ રેખાએ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું અને એ પછી જ ચંદ્રિકાબેન પાછાં સાબલવાડ રહેવાં ગયાં. ત્યાં રેખાએ 11મું અને 12મું ધોરણ પાસ કર્યું.

૧૨માં ધોરણમાં રેખાનાં 73% આવ્યાં, ત્યારે ચંદ્રિકાબેનનાં પરિવારનાં હર્ષની સીમા ન રહી! ત્યાર બાદ રેખાએ પીટીસી કરવાનો નિર્ણય લીધો તો પરિવારે તેને હર્ષભેર વધાવી લીધો અને ભિલોડાની પીટીસી કોલેજમાં એડમીશન અપાવ્યું. ત્યાં પણ રેખાએ રંગ રાખ્યો અને ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. સરકારી શાળામાં શિક્ષક બનવાં માટે રેખાએ ટેટની પરીક્ષા આપી, પણ એમાં ફેલ થઇ પરંતુ જરાય હિંમત હારી નહીં! ચંદ્રિકાબેનનો પરિવાર તેની પડખે રહ્યો. ત્યારબાદ આરાધના સ્કુલ કે જ્યાં એ ખુદ ભણી હતી ત્યાં જ તેને સર્વિસ મળી ગઈ અને ત્રણ વર્ષ સુધી કાર્યરત રહી. રેખા એનો બધો પગાર તેનાં માતપિતાને મોકલી આપતી! પોતે તકલીફ સહીને પણ આ છોકરી પરિવારને હુંફ આપી રહી હતી! 2011માં એક દિવસ કે.જી.બી.વી (કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય)ની જાહેરાત આવી તો રેખાએ અરજી કરી. દસ દિવસ પછી ઘરે કોલ લેટર આવ્યો અને તેને પોશીના જોડે આવેલ દેલવાડા ગામમાં હાજર થવાનો ઓર્ડર મળ્યો. ઘરમાં આનંદ આનંદ થઇ ગયો. બધાં ગાડી લઈને ચંદ્રિકાને મૂકવા ગયાં અને રડ્યાં પણ ખરાં! આટલાં વર્ષોનાં સાથ પછી રેખા પહેલી વાર છૂટી પડી રહી હતી! રેખા ત્યાં ઘણી સરસ રીતે સેટલ થઇ ગઈ અને આનંદથી સર્વિસ કરવાં લાગી.

દીકરી હોય એટલે માતપિતાને તેનાં લગ્નની ચિંતા ન હોય એવું બને નહીં! ચંદ્રિકાબેન અને તેમનાં પતિ એ ઠેકઠેકાણે તપાસ કરાવી અને સારું ઠેકાણું મળ્યું પછી જ રેખાને પરણાવી. લગ્નમાં તેનાં કપડાં લત્તાથી માંડીને ઘરેણાં સુધીની તમામ ચીજો તેમણે અપાવી. રેખાનું કન્યાદાન પણ તેમણે જ કર્યું. આજે રેખા એક સારા પરિવારમાં છે, સર્વિસ કરે છે અને સુખી છે. રેખા વાર-તહેવારે ચંદ્રિકાબેનનાં ઘરે આવે છે. ચંદ્રિકાબેનની પુત્રવધુ માટે પણ રેખા એ સગી નણંદ જ છે. રેખા માટે તો ચંદ્રિકાબેનનું ઘર એ જ એનું પિયર છે. આમ, પારકી થાપણને દીકરી બનાવનાર ચંદ્રિકાબેન અને તેમનો પરિવાર એ સમાજ માટે માનવતાનું એક જીવતું-જાગતું ઉદાહરણ છે. શું આપણે પણ કો’ક રેખા માટે ચંદ્રિકાબેન બની શકીએ?

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! ? Embark into this cosmic journey of knowledge and let your mind fly! ? Don’t just explore, savor the thrill! #FuelForThought Your mind will thank you for this exciting journey through the dimensions of awe! ?

  2. I played on this gambling website and managed a substantial cash, but eventually, my mother fell sick, and I wanted to take out some earnings from my casino account. Unfortunately, I encountered issues and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to this online casino. I implore for your help in bringing attention to this website. Please help me to obtain justice, so that others won’t have to experience the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I played on this casino website and earned a substantial amount of cash. However, afterward, my mother fell gravely ill, and I needed to cash out some funds from my casino balance. Unfortunately, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to this online casino. I kindly plead for your support in reporting this concern with the online casino. Please assist me in seeking justice, to ensure others do not endure the hardship I’m facing today, and avert them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page