કારમાંથી ઉતરી રોડ પર આ અંદાજમાં ફરવા લાગી નોરા, ડ્રેસની ચારેબાજુ થઈ રહી છે ચર્ચા
મુંબઈઃ બોલિવૂડની બેસ્ટ ડાન્સરમાંથી એક તથા એક્ટ્રેસ નોરા ફતેહી હાલમાં જ ટી સિરીઝની ઓફિસ બહાર જોવા મળી હતી. આ દરમિયાન નોરા વ્હાઇટ રંગના બૉડીકૉન ડ્રેસમાં ગ્લેમરસ લાગતી હતી. નોરાના આ અંદાજ પર ચાહકો ફિદા થઈ ગયા હતા. એક યુઝરે તો નોરાની તુલના હોલિવૂડ રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયન સાથે કરી હતી.
ચાહકોએ ટ્રોલ કરીઃ નોરાની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. એક યુઝરે કહ્યું હતું, ‘બહુ જ વિચિત્ર.’ તો અન્ય એકે કહ્યું હતું, ‘કેટલાં વિચિત્ર કપડાં પહેર્યા છે.’ ઉલ્લેખનીય છે કે નોરાને એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ના ગીત ‘દિલબર દિલબર..’થી ઓળખ મળી હતી.
માત્ર 5 હજાર રૂપિયા લઈને ભારત આવી હતીઃ છ ફેબ્રુઆરી, 1992માં મોન્ટ્રિયલ કેનેડામાં જન્મેલી નોરા જ્યારે પહેલી જ વાર ભારત આવી ત્યારે તેની પાસે માત્ર પાંચ હજાર રૂપિયા હતા. ભારતમાં આવીને તે એક એજન્સીમાં કામ કરતી હતી. અહીંયા તેને અઠવાડિયે 3 હજાર રૂપિયા મળતા હતા.
2014માં બોલિવૂડ ડેબ્યૂઃ નોરાએ 2014માં કમલ સદાનાની ફિલ્મ ‘રોરઃ ટાઇગર્સ ઓફ ધ સુંદરવન’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ‘ક્રેઝી કુક્કડ ફેમિલી’, ‘મિસ્ટર એક્સ’ ‘રૉકી હેન્ડસમ’, ‘સત્યમેવ જયતે’, ‘સ્ત્રી’, ‘ભારત’, ‘બાટલા હાઉસ’, ‘મરજાવા’ તથા ‘સ્ટ્રી ડાન્સર 3ડી’માં જોવા મળી હતી.
સોશ્યલ મીડિયા પર નોરા ફતેહીની આ તસવીરો ખૂબ વાઈરલ થઈ રહી છે.