Saturday, April 13, 2024
Google search engine
HomeNationalપેરેલાઈઝ્ડ મહિલાએ પીએમ મોદીને કહ્યું, તમારામાં તો મને ભગવાન દેખાય છે....

પેરેલાઈઝ્ડ મહિલાએ પીએમ મોદીને કહ્યું, તમારામાં તો મને ભગવાન દેખાય છે….

નવી દિલ્હી: શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા જ્યારે તેમની સરકારના જનેરિક ડ્રગ પ્રોગ્રામના એક મહિલા લાભાર્થીએ તેમને કહ્યું હતું કે, મેં તમારામાં ભગવાનને જોયા છે. દહેરાદૂનની રહેવાસી દીપા શાહને વર્ષ 2011માં લકવો થયો હતો અને તે જન ઔષધિ દિવસ નિમિત્તે એક વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી હતી.

દીપા શાહની આંખોમાંથી આંસુઓ નીકળી ગયા અને તેણે કહ્યું કે, મેં ભગવાનને જોયા નથી પણ ભગવાનને તમારામાં જોયા છે. જ્યારે મહિલાએ પોતાની વાત ફરીથી કહી તો પીએમ મોદી પણ ભાવુક જોવા મળ્યાં હતાં.

મહિલાએ સાથે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને અન્ય લોકો જેમણે તેમની મદદ કરી હતી તેમનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે, તેમનો ઈલાજ થઈ શકશે નહીં. દીપા શાહે દવાઓના ભાવ ઘટાડવાના પ્રયાસો બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો અને કહ્યું કે, તમારો અવાજ સાંભળીને હું વધુ સારી થઈ ગઈ છું.

ભાવુક થયેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય સુધી તો શાંત રહ્યા હતા ત્યાર બાદ તેમણે તે મહિલાને કહ્યું કે, આ તમારી હિંમત છે. જેણે તેની બિમારી પર જીત મેળવી છે તેણે આ ભાવનાને યથાવત રાખવી જોઈએ.

આ મહિલા તેના વિશે વાત કરી રહી હતી કે, 2011માં તેને લકવો થયા બાદ તેને કેવી તકલીફ પડી હતી અને હવે તે સરકારના ઓછી કિંમતની જેનરિક જવાનાં કાર્યક્રમથી દર મહિને 3,5૦૦ રૂપિયાની બચત કરી રહી છે. શાહ પોતાનાં મંતવ્યો વ્યક્ત કરવા ઉભા થતાં જ મોદીએ તેમને બેસીને બોલવાનું કહ્યું હતું. કેમ કે તે ઉભા થવામાં અસહજ અનુભવ કરી રહી હતી.

મોદીએ મહિલાને કહ્યું કે, તમે તમારી આત્મશક્તિથી રોગ પર કાબૂ મેળવ્યો છે. તમારી હિંમત જ તમારો ભગવાન છે અને તેમણે તમને આવા મોટા સંકટમાંથી બહાર આવવાની શક્તિ આપી છે. તમારે તમારો આ વિશ્વાસ જાળવવો જ જોઇએ.

તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો હજુ પણ જનેરિક દવાઓને લઈને અફવાઓ ફેલાવી રહ્યાં છે. ભૂતકાળના અનુભવને જોતાં તેઓ આશ્ચર્યચકિત છે કે દવાઓ કેવી રીતે આટલી સસ્તી આપી શકાય અને દવાઓમાં જરૂર ગડબડી હશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. Oh my goodness, you’ve truly surpassed expectations this time! Your effort and dedication shine through in every aspect of this work. I felt compelled to express my thanks for producing such incredible work with us. Your talent and dedication are truly exceptional. Keep up the fantastic work! ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page