Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightગાંધીનગર: સચિવાયલના ગેટ પાસે જંગલમાં પાર્ક કરીને કારમાં એક કપલ અંતગપળોની મજા...

ગાંધીનગર: સચિવાયલના ગેટ પાસે જંગલમાં પાર્ક કરીને કારમાં એક કપલ અંતગપળોની મજા માણી રહ્યું હતું ને……..

ગાંધીનગર સચિવાલયના દરવાજા પાસે કાર પાર્ક કરીને અંગતપળો માણતાં કપલને જોઈને મહિલા IAS અધિકારી બરાબર અકળાયા હતાં. મહિલા IASએ તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરતાં પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું અને કામ વગર કોઈને આ વિસ્તારમાં ઊભા રહેવાની મનાઈ ફરમાવી દીધી હતી. આ વિસ્તારમાં કપલ કારમાં અંગતપળો માણી રહ્યું હતું તે રસ્તો મુખ્યમંત્રી અને અન્ય સિનિયર અધિકારીઓ સચિવાલયમાં અવર-જવર માટે ઉપયોગ કરવામાં આવે છે.

સુત્રો પ્રમાણે, આ ઘટના સચિવાલય ગેટ-2 પાસે બની હતી. આ ગેટ પાસે રોડની સામેની સાઈડમાં જંગલ વિસ્તાર આવેલું છે. બંને બાજુમાં ગાઢ વૃક્ષો છે. આ ગેટમાંથી જ મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ અને સચિવાલયમાં ફરજ બજાવતા અન્ય આઈએએસ કક્ષાના અધિકારીઓની અવર-જવર કરતાં રહેતા હોય છે.

જોકે સાંજના સમયે એક મહિલા આઈએએસ કાર લઈને આ ગેટ પાસેથી પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન ગેટ પાસે જ એક કાર પાર્ક કરેલી પડી હતી. મહિલા અધિકારી ત્યાંથી પસાર થતાં પાર્ક કરેલી કારમાં કંઈખ અજુગતુ થઈ રહ્યું હોય તેવું લાગ્યું હતું.

જોકે આ મહિલા IAS અધિકારીએ જોયું તો કપલ કાર પાર્ક કરીને કાચને પડદા લગાવી અંગતપળો માણતું હોવાનું જોવા મળ્યું હતું. જેના કારણે મહિલા અધિકારી શરમની સાથે બરાબરના ગિન્નાયા હતા. તેઓએ આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. થોડીવારમાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

આ ઘટના બાદ સેક્ટર-7 પોલીસે ઉપરોક્ત વિસ્તારમાં સધન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે અને અહીં કોઈપણ વાહનચાલકને કામ વગર કાર પાર્ક કરવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page