Monday, April 15, 2024
Google search engine
HomeGujaratસુરત-મુંબઈ વચ્ચે શરૂ કરાઈ ક્રૂઝ સેવા, કેટલું રાખવામાં આવ્યું છે ભાડું?

સુરત-મુંબઈ વચ્ચે શરૂ કરાઈ ક્રૂઝ સેવા, કેટલું રાખવામાં આવ્યું છે ભાડું?

સુરતઃ ગુજરાત સરકાર દ્વારા મુંબઈની એસએસઆર કંપનીને આપવામાં આવેલી પરવાનગીને પગલે શુક્રવારે સુરતથી મુંબઈ (બ્રાંદ્રા-વર્લી સી લિંક) સુધીની ક્રૂઝ સેવાની શરૂ કરવામાં આવી છે. એસ્સાર જેટીથી આ ક્રૂઝને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ સમયે એસ્સાર કંપનીના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

એસ્સાર પોર્ટના સીઈઓ રાજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત-મુંબઈ વચ્ચે ‘મુંબઈ મેઈડન’ નામની ક્રૂઝ સેવાનો શરૂઆતના ધોરણે અઠવાડિયામાં એક વખત ચાલશે. ફેરી સર્વિસ દર ગુરૂવારે બાંદ્રા-વર્લી સી લિંકથી સાંજે 5 વાગ્યે નીકળશે અને શુક્રવારે સવારે 9 વાગ્યે હજીરા જેટી પહોંચશે. જે ફરી મુંબઈ જવા શુક્રવારે સાંજે 5 વાગ્યે રવના થશે અને શનિવારે સવારે 9 વાગ્યે પહોંચાડશે.


હાલ 200 વ્યક્તિઓની ક્ષમતાવાળી ક્રૂઝનું ભાડું 3થી 5 હજારની વચ્ચે હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. મુંબઈથી આવી ચૂકેલા આ ક્રૂઝને હજીરા એસ્સાર જેટી ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of discovery and let your thoughts fly! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page