Saturday, July 27, 2024
Google search engine
HomeFeature Rightઆ મંદિરમાં જૂના શિખરને હટાવતા સિક્કા નીચે રાખેલો શીરો તાજો મળી આવ્યો,...

આ મંદિરમાં જૂના શિખરને હટાવતા સિક્કા નીચે રાખેલો શીરો તાજો મળી આવ્યો, લોકો દર્શનાર્થે ઉમટ્યા

અંજાર તાલુકાના ખેડોઈ ગામે અવિશ્વસનીય ઘટના બની હતી, જેમાં 75 વર્ષ પહેલાં મંદિરના શિખર પરના કળશમાં રાખવામાં આવેલી શીરારૂપી પ્રસાદી મળી આવતાં ગ્રામજનો ચકિત થઈ ગયા હતા. આ અંગે પાટીદાર સનાતન સમાજ, ખેડોઈના પ્રમુખ અંબાલાલભાઈ સોમજી છાભૈયાએ વિગતો આપતાં જણાવ્યું હતું.

અંજાર તાલુકાના ખેડોઈ ગામના પટેલવાસમાં વડીલો દ્વારા વર્ષ 1945માં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરાયું હતું. એ મંદિર ભૂકંપમાં જર્જરિત થઈ ગયું હોવાથી એનું શિખર બદલાવવા માટે તા. 8/9ના સવારે મંદિર ખાતે એક હવનનું આયોજન કરાયું હતું.

જે વેળાએ શિખરના ટોચ પર આવેલા કળશને ઉતારતાં એમાંથી એક નાનો કુંભ મળી આવ્યો હતો. એ કુંભના માથે એક તાંબાનો સિક્કો મળ્યો હતો, જેમાં “માગસર સુદ છઠ, સોમવાર સંવત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખ્યું હતું. એને ખોલી જોતાં જે-તે વખતે કળશની પ્રાણપ્રતિષ્ઠા સમયે ધરાવવામાં આવેલો શીરા રૂપી પ્રસાદ મળ્યો હતો.

આ શીરો જાણે તાજો બનાવેલો હોય એવો અને ઘીની સુગંદવાળો હતો. આને જોઈને સૌકોઈ આશ્ચર્ય પામ્યા હતા. સૌએ એ પ્રસાદ લઈ ફરી વખત ભગવાન પાસે એ શીરો ધર્યો હતો.

ખેડોઈ ગામે આશ્ચર્ય પમાડે એવી ઘટના બની હોવાથી પુરાવારૂપે પ્રસાદરૂપે મળી આવેલો 75 વર્ષ જૂનો શીરા મંદિરમાં સાચવી રખાયો છે, ખેડોઈ ગામમાં આ અદ્દભુત ઘટના બનતાં હાલ લોકો શીરા રૂપી પ્રસાદને જોવા અને લક્ષ્મીનારાયણ ભગવાનનાં દર્શનાર્થે મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your thoughts fly! ? Don’t just explore, savor the thrill! ? ? will thank you for this exciting journey through the realms of awe! ?

  2. гарантированно,
    Современное оборудование и материалы, для вашего уверенного улыбки,
    Специализированная помощь по доступным ценам, для вашей улыбки,
    Бесплатная консультация и диагностика, для вашего здоровья и благополучия,
    Комплексное восстановление утраченных зубов, для вашего долгосрочного удовлетворения,
    Профессиональная гигиена полости рта, для вашего здоровья и уверенности в себе,
    Заботливое отношение и внимательный подход, для вашей уверенной улыбки
    лікування зубів дітям [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]лікування зубів дітям[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page