Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalમુખાગ્નિ સમયે વૃદ્ધે અચાનક આંખો ખોલી, શ્વાસોશ્વાસ શરૂ થતાં લોકો શૉક્ડ થઈ...

મુખાગ્નિ સમયે વૃદ્ધે અચાનક આંખો ખોલી, શ્વાસોશ્વાસ શરૂ થતાં લોકો શૉક્ડ થઈ ગયા

એક આશ્ચર્યજનક ઘટના ઘટી છે. અહીં કથિત રીતે મોત થયા બાદ વૃદ્ધ અચાનક જીવતાં થયા. પરિવારના સભ્યો વૃદ્ધને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહ લઈ ગયા હતા. આ સમયે અર્થી પરથી છોડ્યા અને ચિતા પર સુવડાવવા જતાં હતા ત્યારે અચાનક જ વૃદ્ધે આંખો ખોલી અને શ્વાસ લેવા માંડ્યા હતા.

આ જોઈને સ્મશાનમાં હાજર સૌ કોઈ ચકિત થઈ ગયા. આખરે પરિવારના સભ્યોએ તાત્કાલિક પોલીસને બોલાવી હતી. પોલીસની સાથે ડૉક્ટરની ટીમ પણ સ્મશાન ઘાટ પર પહોંચી ગઈ. ડૉક્ટરોની ટીમે તપાસ કરતાં વૃદ્ધ ખરેખર જીવત હતા. આખરે તેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

દિલ્હીના નરેલા વિસ્તારનો કિસ્સો છે. તપાસમાં સામે આવ્યું છે કે, 62 વર્ષીય સતીશ ભારદ્વાજને કેન્સરની બીમારી હતી. છેલ્લા કેટલાક દિવસથી તેઓ વેંકટેશ્વર હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. પરિવાર ખર્ચમાં પહોંચી ન વળતાં વેન્ટિલેટર હટાવી લીધું હતું.

વેન્ટિલેટર હટાવ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ તેમના શ્વાસ બંધ થઈ ગયા હતા. જેથી પરિવારજનો અંતિમ સંસ્કાર માટે તેમને સ્મશાનઘાટ લઈ ગયા હતા. જ્યાં આ વૃદ્ધ જીવતા થયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટનામાં હૉસ્પિટલની કોઈ બેદરકારી નથી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Dive into this cosmic journey of discovery and let your imagination soar! ✨ Don’t just enjoy, experience the excitement! #FuelForThought ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

  2. I engaged on this online casino site and succeeded a substantial amount, but later, my mom fell sick, and I needed to withdraw some funds from my account. Unfortunately, I encountered difficulties and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I plead for your support in bringing attention to this website. Please support me to obtain justice, so that others won’t experience the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page