Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalમીડિયા જગતની ગ્લેમર્સ અને ફેમસ એન્કરના પતિઓ શું કરે છે? ક્લિક કરીને...

મીડિયા જગતની ગ્લેમર્સ અને ફેમસ એન્કરના પતિઓ શું કરે છે? ક્લિક કરીને જાણો

નવી દિલ્હીઃ સુંદરતા અને ગ્લેમર હવે માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી મર્યાદિત નથી. ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં મહિલાઓ સુંદર હોવાની સાથે બુદ્ધિશાળી હોવાને કારણે ઘણી નામના મેળવી રહી છે. પોલિટિક્સ હોય કે સ્પોર્ટ્સ દરેક ક્ષેત્રે નામના મેળવી રહી છે. આજે અમે તમારી સમક્ષ મીડિયા જગતની જાણીતી મહિલા એન્કર્સ અને તેમના પતિઓ વિશે વાત કરીશું. આ મહિલા એન્કર્સ મીડિયા ફિલ્ડમાં સુંદરતાની સાથે પોતાની બુદ્ધિના કારણે ઘણી લોકપ્રિય થઈ ચૂકી છે. જોકે ભાગ્યે જ કોઈ તેમના જીવન સાથી વિશે જાણતા હશે. અમે અહીં તમારી સમક્ષ તેમના પતિ અંગે વાત કરવા જઈ રહ્યાં છીએ.

અંજના ઓમ કશ્યપ
અંજના ઓમ કશ્યપ ભારતની સૌથી લોકપ્રિય મહિલા એન્કરમાંથી એક છે. અંજનાના બોલવાનો અંદાજ લોકોને ઘણો ગમે છે. અંજનાને ઘણીવાર સર્વશ્રેષ્ઠ ન્યૂઝ એન્કરનો એવોર્ડ મળી ચૂક્યો છે. અંજનાની વય 44 વર્ષ છે અને આ વયે પણ તે ઘણી ગ્લેમરસ જોવા મળે છે. અંજના એક આઈપીએસ અધિકારીની પત્ની છે. તેમના પતિનું નામ મંગેશ કશ્યપ છે.

શ્વેતા સિંહ
શ્વેતા સિંહ આજતક ચેનલની બીજી જાણીતી એન્કર છે. તે ચેનલની ન્યૂઝ એન્કર હોવાની સાથે એક્ઝિક્યુટિવ એડિટર પણ છે. શ્વેતાની લોકપ્રિયતા એટલી છે કે તે ‘ધ કપિલ શર્મા શો’માં ગેસ્ટ તરીકે જોવા મળી ચૂકી છે. તે 41 વર્ષની વયે પણ ઘણી ગ્લેમરસ છે. શ્વેતાએ સંકેત કોટકર સાથે લવ મેરેજ કર્યા છે. સંકેત એનલાઈટ સોલ્યૂશન્સમાં ઉચ્ચ પદે કાર્યરત છે અને એક જાણીતા એન્જિનિયર છે.

રુબિકા લિયાકત
ટીવીની સૌથી ગ્લેમરસ મહિલા એન્કર્સમાંથી એક રુબિકા લિયાકત છે. જે એબીપીના ‘તાલ ઠોક કે’ નામના કાર્યક્રમમાં જોવા મળે છે. રુબિકા ઘણી મોટી ચેનલ્સ સાથે કામ કરી ચૂકી છે. રુબિકાએ વર્ષ 2012માં નાવેદ કુરૈશી સાથે લગ્ન કર્યા હતા. રુબિકાના પતિ પણ મીડિયા ફિલ્ડમાં છે અને આ ફિલ્ડમાં ઘણું મોટું નામ છે.

ચિત્રા ત્રિપાઠી
ચિત્રા ત્રિપાઠી ઘણી જાણીતી ચેનલ્સમાં કામ કરીને આવ્યા બાદ હાલ આજ તક સાથે જોડાઈ છે. ચિત્રા પણ એક ગ્લેમરસ ચેહરો છે. ચિત્રાએ અતુલ અગ્રવાલ સાથે 2008માં લગ્ન કર્યા હતા. બંનેએ લવ મેરેજ કર્યા હતા. ચિત્રાના પતિ પણ પત્રકારત્વ સાથે જોડાયેલા છે અને એક જાણીતા એન્કર છે. એક સમયે બંને સાથે ઈન્ડિયા ન્યૂઝમાં કામ કરતા હતા. ચિત્રા અને અતુલને એક દીકરો પણ છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. Важливі аспекти при виборі рюкзака
    Спортивний стиль
    рюкзаки тактичні купити [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page