Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodભાવુક થઈને ભવ્ય ગાંધીના માતાએ કહ્યું- ત્રણ હોસ્પિટલ બદલી, વિદેશથી ઈન્જેક્શન છતાં...

ભાવુક થઈને ભવ્ય ગાંધીના માતાએ કહ્યું- ત્રણ હોસ્પિટલ બદલી, વિદેશથી ઈન્જેક્શન છતાં પતિને ન બચાવી શકી

દેશમાં કોરોનાનો કહેર હજી પણ ચાલુ છે. અનેક નેતાઓથી લઈને અભિનેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. સામાન્ય લોકોથી માંડીને સેલિબ્રિટી પણ બેડ અને ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે. દરમિયાન ગઈકાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જૂના ટપુ ભવ્ય ગાંધીના પિતા વિનોદભાઈ ગાંધીનું કોરોનાને કારણે સોમવારે નિધન થયું હતું. તેમણે કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભવ્ય ગાંધીના પિતાને પણ હોસ્પિટલમાં બેડ મેળવવા માટે આંખે અંધારા આવી ગયા હતા. તેમના પરિવાર છેલ્લાં કેટલાક દિવસોમાં ખૂબ મુશ્કેલીઓ વેઠી છે. આ અંગે ભવ્યના માતા યશોદાબેને વેબ પોર્ટલ સ્પોટબોય સાથે વાત કરી હતી.

વાતચીતમાં ભાવુક થઈને ભવ્યના માતા યશોદાબેને જણાવ્યું હતું કે મેં છેલ્લે પતિને 23 એપ્રિલે દૂરથી જોયા હતા. તેઓ બેભાન હતા અને તેમણે મને જોઈ નહોતી. તેમણે જણાવ્યું હતું કે મારા પતિને કારણે મારા મોટા દીકરા તથા પુત્રવધૂને કોરોનાનો પણ ચેપ લાગ્યો હતો. તે બંને ઘરમાં જ આઈસોલેશનમાં હતા અને હું તેમનું ધ્યાન રાખતી હતી. ભવ્ય હોસ્પિટલમાં પિતાનું ધ્યાન રાખતો હતો.

પરિવારે વિઠેલા દિવસો અંગે યશોદાબેને કહ્યું હતું કે મહિના પહેલાં અચાનક મારા પતિએ મને કહ્યું કે તેમને ઠીક નથી લાગતું અને તેથી જ આજથી તું મારા રૂમમાં ના રહીશ. જોકે, તે સમયે તેમને કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા. બીજા દિવસે જ્યારે હું તેમના રૂમમાં ગઈ તો તેમને સામાન્ય તાવ હતો અને તેથી જ મેં તરત જ ડોલો ટેબલેટ આપી હતી. બપોરના સમયે તેમણે મને કહ્યું કે તેમને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. તેથી હું તાત્કાલિક તેમને લઈને ચેસ્ટ સ્કેનિંગ માટે ગઈ હતી. રિપોર્ટમાં 5% ઈન્ફેક્શન હોવાનું આવ્યું હતું. તેથી ડૉક્ટર્સે ઘરે જ આઈસોલેશનમાં રહેવાની અને ચિંતા જેવું કંઈ જ નથી તેમ કહ્યું હતું. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની દવા ચાલુ કરવામાં આવી હતી. જોકે, બે દિવસ બાદ પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો.’

વધુમાં યશોદાબેને કહ્યું હતું કે ‘અમે બીજા જાણીતા ચેસ્ટ ફિઝિશિયન પાસે ગયા પરંતુ તેમની પરિસ્થિતિ એવી ને એવી જ રહી હતી. અમે ફરીવાર CT સ્કેન કરાવ્યો કે દવાથી તેમને ફાયદો થઈ રહ્યો છે કે નહીં. અમારા કમનસીબે ઈન્ફેક્શન ડબલ થઈ ગયું હતું અને તેથી જ અમારે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે તેમ હતાં, પરંતુ મને એક પણ હોસ્પિટલ મળતી નહોતી. હું જેને પણ ફોન કરતી તે એમ જ કહેતા કે BMCમાં રજિસ્ટ્રેશન કરાવો અને જ્યારે તમારો નંબર આવશે ત્યારે BMC તમને ફોન કરશે. જોકે, ભવ્યના મેનેજરની મદદથી અમને દાદરની એક હોસ્પિટલમાં બેડ મળ્યો હતો.’

મુશ્કેલીઓનું વર્ણન કરતાં યશોદાબેને કહયું કે, ‘અહીંયા તેઓ બે દિવસ રહ્યા હતા અને ત્યારબાદ ડૉક્ટર્સે ICUની જરૂર હોવાની વાત કહી હતી અને હોસ્પિટલમાં ICU બેડ્સ નહોતા. તેથી હોસ્પિટલે બીજે શિફ્ટ કરવાનું કહ્યું હતું. મેં 500થી વધુ ફોન ICU બેડ્સ માટે કર્યા હતા. હોસ્પિટલથી લઈ રાજકારણી, સ્વૈચ્છિક સંસ્થા, મારા ઓળખીતા, કેટલાંક પરિવારના સભ્યો સહિતના લોકોને ફોન કર્યા હતા. જોકે, મને ICU બેડ મળી શક્યો નહોતો. હું અને મારો પરિવાર પૂરી રીતે ભાંગી પડ્યો હતો. તે સમયે અમે અમારી જાતને લાચાર સમજતા હતા. જોકે, ભગવાનની દયાથી એક મિત્રની મદદથી અમને ગોરેગાવની નાનકડી હોસ્પિટલમાં ICU બેડ મળ્યો હતો.’

યશોદાબેને કહ્યું કે, ‘અહીંયા અમારો સંઘર્ષ પૂરો થયો નહોતો. ડૉક્ટરે રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરવાનું રહ્યું હતું. અમે 6 ઈન્જેક્શન 8 ઈન્જેક્શનના ભાવમાં લાવ્યા હતા. ત્યારબાદ ડૉક્ટરે અમને ટોક્સિન ઈન્જેક્શન લાવવાનું કહ્યું હતું. મને એટલું ખરાબ લાગ્યું કે જે ઈન્જેક્શન આપણાં ભારતમાં બને છે, તે ઈન્જેક્શન મને આખા ભારતમાંથી ક્યાંય ના મળ્યું. મારે તે ઈન્જેક્શન દુબઈથી તાત્કાલિક મગાવવું પડ્યું અને 45 હજારના ઈન્જેક્શનના મારે એક લાખ રૂપિયા ચૂકવવા પડ્યા. જોકે, તે ઈન્જેક્શનની તેમના પર કોઈ અસર ના થઈ.’

યશોદાબેને ભાવુક થઈને બોલ્યા, ‘છેલ્લે અમે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કર્યા પરંતુ તેઓ તેમને લેવા તૈયાર નહોતા. તેમણે એવું કહ્યું કે કોવિડ 19ના દર્દીઓનું BMCમાં રજિસ્ટ્રેશન ના હોય તો તેઓ તેમની હોસ્પિટલમાં એડમિટ કરતા હતા. આ વાત સાંભળીને હું હિંમત હારી ગઈ હતી. મેં તેમને કહ્યું કે તેઓ બેભાન છે અને વેન્ટિલેટર પર કોઈ આશા રહી નહોતી. મેં હોસ્પિટલવાળાને મનાવ્યા અને તેમની પરિસ્થિતિ જણાવી. અંતે તેઓ માન્યા અને ICU બેડ આપ્યો હતો. અહીંયા તેઓ છેલ્લાં 15 દિવસ રહ્યા અને ગઈ કાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.’

તેમણે જણાવ્યું હતું કે, ‘મારા પતિ કોરોનાવાઈરસ જ્યારથી આવ્યો ત્યારથી ઘણી જ સાવચેતી રાખતા હતા. તે માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગનું જ પાલન નહોતા કરતાં, પરંતુ હંમેશાં માસ્ક પણ પહેરતા હતા. તે સતત હાથ સેનિટાઈઝ પણ કરતા હતા. તે જ્યાં પણ બેસતા તે જગ્યાને પણ સેનિટાઈઝ કરતા હતા. આટલું ધ્યાન રાખવા છતાંય તેમને વાઈરસનો ચેપ લાગ્યો હતો.’

RELATED ARTICLES

1 COMMENT

  1. I played on this online casino site and won a significant cash, but after some time, my mom fell ill, and I required to cash out some earnings from my balance. Unfortunately, I faced issues and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to this casino site. I plead for your support in bringing attention to this website. Please assist me to obtain justice, so that others do not undergo the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page