Monday, April 15, 2024
Google search engine
HomeInternationalપ્રેગ્નન્ટ મહિલાનો પગ લપસ્યો ને પેટમાં રહેલાં બાળકનું મોત થયું, મહિલા પહોંચી...

પ્રેગ્નન્ટ મહિલાનો પગ લપસ્યો ને પેટમાં રહેલાં બાળકનું મોત થયું, મહિલા પહોંચી ગઈ જેલમાં!

વોશિંગ્ટનઃ અમેરિકામાં અબોર્શનના કાયદા અંગે કડક નિયમ છે. ત્યાંની મહિલાઓ અબોર્શન યોગ્ય મંજૂરી વગર કરાવી શકતી નથી. સાલ્વાડોરમાં રહેતી 29 વર્ષીય એક મહિલાને નવ વર્ષની જેલની સજા એટલા માટે ભોગવવી પડી, કારણકે એક દુર્ઘટનામાં તેના પેટમાં રહેલાં બાળકનું આકસ્મિક રીતે મોત થઈ ગયું હતું. હવે જેલમાંથી બહાર આવ્યા બાદ આ મહિલાએ સરકારને અપીલ કરી છે કે અબોર્શન સાથે જોડાયેલા કડક કાયદામાં પરિવર્તન લાવવામાં આવે, જેથી તેના જેવી અન્ય મહિલાઓને આ હદે મુ્શ્કેલી સહન ના કરવી પડી.

2012માં સારા રોગેલ ગાર્સિયાને આઠમો મહિનો જતો હતો. તે સમયે કપડાં સૂકવતી વખતે તેનો પગ લપસી પડ્યો હતો. તે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે પલંગ સાથે તેના હાથ બાંધેલા હતા. તેના પેટમાં રહેલું બાળક મોતને ભેટ્યું હતું. ચાર દિવસ પછી પણ સારા બાળકના દુઃખને ભૂલી શકી નહોતી અને તે પણ ઠીક થઈ નહોતી. જોકે, તેને જેલની સજા ફટકારવામાં આવી હતી.

20 વર્ષની સજાઃ સારાને 20 વર્ષની સજા આપવામાં આવી હતી, પરંતુ પછી તેને ઘટાડીને 9 વર્ષ કરી દેવામાં આવી હતી. ગયા મહિને સારા છૂટી હતી અને તેણે કહ્યું હતું કે તેના જેવી મહિલાઓને જીવવાનો હક છે. તેની સાથે જે બન્યું તે માત્ર અકસ્માત હતો. તેમાં તેની કોઈ ભૂલ નહોતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આવેલા સાલ્વાડોરમાં અબોર્શન અંગે ઘણાં જ કડક કાયદાઓ છે. આ જ કારણે ત્યાં કોઈ મહિલાનું મિસકેરેજ થઈ જાય કે પછી કોઈ મહિલાનું અબોર્શન થઈ જાય તો તેને શંકાની દૃષ્ટિએ જોવામાં આવે છે.

ડિરેક્ટર ઓફ વીમેન રાઇટ્સ ગ્રુપની સભ્ય મોરેના હેરેરાએ કહ્યું હતું કે ભલે રોગેલને છોડી મૂકવામાં આવી હોય, પરંતુ અન્ય ઘણી મહિલાઓ છે, જેઓ આ આક્ષેપો હેઠળ જેલમાં છે. પરિસ્થિતિ એવી છે કે અનેક ડૉક્ટર્સ પણ સજાના ડરને કારણે જટિલ પ્રેગ્નન્સીની સારવાર કરતાં ડરે છે. વધુમાં મોરેનાએ કહ્યું હતું કે એક્ટોપિક પ્રેગ્નન્સી મહિલાઓ માટે ઘણી જ કોમ્પ્લિકેટેડ હોય છે, જેમાં જીવનું જોખમ રહેલું છે. દુનિયામાં કોઈ જગ્યાએ એક્ટોપિક પ્રેગ્નન્સીમાં મહિલાઓને સજા આપવામાં આવતી નથી, પરંતુ સાલ્વાડોરમાં મહિલાઓને સજા અપાય છે.

સારા નવ વર્ષ જેલમાં રહ્યા બાદ ઘરે પરત ફરી હતી. હવે તે પરિવારને મળીને ખુશ છે. તેણે કહ્યું હતું કે લાઇફમાં મોટિવેશન મળ્યું છે અને તે વધુમાં વધુ સમય પરિવાર સાથે પસાર કરવા માગે છે.

સારાએ એમ પણ કહ્યું હતું કે તે તેની જેમ સજા કાપતી અનેક મહિલાઓને મદદ કરવા માગે છે. જેલમાં તેણે મહિલાઓને વચન આપ્યું હતું કે તે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરશે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this online casino site and succeeded a considerable cash, but later, my mom fell ill, and I required to cash out some money from my balance. Unfortunately, I faced problems and couldn’t withdraw the funds. Tragically, my mom died due to such casino site. I request for your support in bringing attention to this website. Please assist me to achieve justice, so that others do not face the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. I played on this gambling website and won a substantial sum of money, but eventually, my mother fell ill, and I wanted to withdraw some money from my account. Unfortunately, I encountered issues and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to the gambling platform. I plead for your help in lodging a complaint against this website. Please help me in seeking justice, so that others won’t have to undergo the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page