16 માર્ચ પહેલાં આ મહત્વનું કામ કરી લેજો નહીંતર તમારું ક્રેડિટ-ડેબિટ કાર્ડ થઈ જશે બંધ એ નક્કી!

Feature Right Gujarat

અમદાવાદઃ જો તમે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ટ્રાન્જેક્શન માટે કરતા હોવ તો આ સમાચાર તમારા માટે બહુ કામના છે. 16 માર્ચ બાદ કેટલાંક ખાસ પ્રકારનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ઓનલાઇન સુવિધા બંધ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેના અનુસાર, 16 માર્ચ, 2020 સુધી જો તમે તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ઓનલાઇન કે કોન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શન નહીં કરાવ્યું હોય, તેમની આ સુવિધાઓ બંધ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, કોન્ટેક્ટલેસ ટેક્નોલોજીની મદદથી કાર્ડ હોલ્ડરે ટ્રાન્જેક્શન માટે સ્વાઇપ કરવાની જરૂર રહેશે નહીં.

આ ઉપરાંત 16 માર્ચથી ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ, પીઓએસ ટ્રાન્જેક્શન, એટીએમ ટ્રાન્જેક્શન લિમિટ ઓન/ઓફ કરવાની પણ સુવિધા મળશે.

આરબીઆઈએ આ સુવિધા ઓનલાઇન ફ્રોડથી બચવા માટે શરૂ કરી છે. જેના દ્વારા ગ્રાહક જાતે જ પોતાના કાર્ડને બંધ કે એક્ટિવ કરી શકશે. આ સિવાય કાર્ડના સ્ટેટ્સમાં કોઇ પ્રકારનો બદલાવ થશે તો તરત જ કાર્ડ હોલ્ડરને અલર્ટ કરવામાં આવશે.

નોંધનીય છે કે, આરબીઆઈએ ફ્રોડને રોકવા માટે બધા જ પ્રકારનાં કાર્ડમાં બદલાવ કર્યો છે. જે અંતર્ગત મેગ્નેટિક સ્વાઇપ વાળા કાર્ડને ઈએમવી ચિપવાળાં કાર્ડ સાથે બદલવાનું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ બેન્કોએ પોતપોતાના ગ્રાહકોનાં કાર્ડ બદલવાનું શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *