મહિન્દ્રા ગ્રુપની બોર્ડની મીટિંગોમાં હવે પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ: આનંદ મહિન્દ્રા

Business Feature Right

નવી દિલ્હી: મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે, હવે પછી તેમની કોર્પોરેટ બોર્ડ મીટિંગોમાં પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ થશે નહીં અને પર્યાવરણને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વની વાત એ છે કે, આનંદ મહિન્દ્રાએ તેમની બોર્ડની મીટિંગોનો એક ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો. આ ફોટો જોઈ એક ટ્વીટર યુઝરે તેમનું ધ્યાન દોર્યું હતું કે, તેમની બોર્ડ મીટિંગમાં કેટલી બધી પ્લાસ્ટિકની પાણીની બોટલો હતી.

આનંદ મહિન્દ્રાએ આ વાતનું ધ્યાન દોરનાર મહિલા યુઝરને જવાબ આપ્યો હતો. આ મહિલાએ લખ્યું હતું કે, મને એમ લાગે છે કે બોર્ડરૂમમાં પ્લાસ્ટિકની બોટલોની જગ્યાએ સ્ટીલની બોટલો હોવી જોઇએ.


આનંદ મહિન્દ્રાએ તેમના મૂળ ટ્વીટમાં એમ લખ્યું હતું કે, મારા કેલેન્ડર વર્ષમાં કે.સી.એમ.ઈ.ટી સ્કોલરશીપ માટેની પસંદગીની પ્રક્રિયા ઉત્સાહજનક હોય છે.

આ યુવાનોની અમાપ શક્તિ અને સ્વ તાકાત પરની તેમની પ્રતિબદ્ધતા ખરેખર ગજબની છે. આનંદ મહિન્દ્રાએ પ્લાસ્ટિક બોટલનાં સંદર્ભમાં લખ્યું હતું કે, હવે પછી પ્લાસ્ટિક બોટલો પર પ્રતિબંધ. એ દિવસે આટલી બધી બોટલો જોઈ અમને પણ ક્ષોભ થયો હતો.


આનંદ મહિન્દ્રાનાં આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર લોકોએ તેમની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *