Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightમહેન્દ્ર સિંહ ધોનીને CSKમાં લાવનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનરે કરી આત્મહત્યા

મહેન્દ્ર સિંહ ધોનીને CSKમાં લાવનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનરે કરી આત્મહત્યા

નવી દિલ્હી: ગુરુવારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીબી ચંદ્રશેખર ચેન્નઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતાં. માઈલાપોર સ્થિત તેમના ઘરમાં તેમનો મૃતદેહ પંખા સાથે લટકેલો જોવા મળ્યો હતો. એક ખાનગી અખબારના રિપોર્ટ પ્રમાણે તેઓએ આત્મહત્યા કરી લીધી છે. તેમની ભારતના આક્રમક ઓપનર તરીકે ગણતરી કરવામાં આવતી હતી.

ઈન્સ્પેક્ટર સેંથિલ મુરુગને જણાવ્યું હતું કે ચંદ્રશેખરની પત્નીએ નિવેદન આપ્યું હતું કે, તેઓએ ચંદ્રશેખરના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ઘણાં સમય સુધી કોઈ જવાબ મળ્યો ન હતો ત્યાર બાદ તેઓએ બારીથી અંદર જોયું તો ચંદ્રશેખરનો મૃતદેહ પંખાથી લટકેલો હતો. ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી હતી.
તેમની પત્ની સૌમ્યાએ જણાવ્યું હતું કે, ચા પીધા બાદ સાંજે 5.45 વાગ્યે પોતાના રૂમમાં જતાં રહ્યા હતા. ક્રિકેટ બિઝનેસમાં નુકસાન થવાના કારણે તેઓ અનેક દિવસોથી તણાવમાં આવી ગયા હતા.

વીબી ચંદ્રશેખર તમિલનાડુ પ્રીમિયર લીગમાં વીબી કાંચી વીરંસ ટીમના માલિક હતા અને માનવામાં આવી રહ્યું છે કે, આ ટીમને લઈને તેઓ આર્થિક તંગીનો શિકાર બન્યા હતાં. ચંદ્રશેખરના મોતના અહેવાલે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. અનિલ કુંબલે, હરભજન સિંહ અને સુરેશ રૈના જેવા ટીમ ઈન્ડિયાના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.


ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સમાં લાવવાનો શ્રેય પણ વીબી ચંદ્રશેખરને જ જાય છે. હાલના સમયમાં ચંદ્રશેખર તમિલનાડુ પ્રીમિયર લીગના ઓફિશિયલ બ્રોડકાસ્ટરમાર એક્સપર્ટની ભૂમિકા નિભાવી રહ્યા હતા.


2008માં લીગની શરૂઆત સમયે તેઓ ચેન્નઇ સુપરકિંગ્સના પહેલા ઓફિશીયલ ડાયરેક્ટર હતા અને ત્યારના મોટાભાગના ખેલાડીઓને ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તેઓએ ત્રણ વર્ષ સુધી ચેન્નઈ સુપરકિંગ્સ માટે કામ કર્યુ હતું.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I engaged on this online casino site and managed a considerable sum of money, but after some time, my mother fell sick, and I wanted to withdraw some funds from my account. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mom passed away due to such online casino. I plead for your assistance in reporting this online casino. Please help me to achieve justice, so that others won’t have to undergo the pain I am going through today, and avert them from crying tears like mine. ????

  2. I participated on this gambling website and succeeded a significant cash, but after some time, my mother fell ill, and I required to withdraw some earnings from my balance. Unfortunately, I encountered difficulties and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to this casino site. I implore for your support in lodging a complaint against this website. Please support me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page