Tuesday, April 23, 2024
Google search engine
HomeGujaratગુજરાતના આ વિસ્તારોમાં આગામી 4 દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 4 દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: હવામાન વિભાગે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જોકે હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને નદીઓ ગાંડીતૂર બની છે.

આગાહી પ્રમાણે, આગામી અઠવાડિયે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહે તેવી સંભાવના છે જોકે વીકના અંતમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર ધીમે ધીમે ગુજરાતના કચ્છમાં સક્રિય બન્યું છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, દમણમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં એટલે કે, સોમવારે સામાન્ય વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું માનવું છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં આજે તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગના મતે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જગ્યાઓ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

રાજ્યમાં છેલ્લે છેલ્લે પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદી વાતાવરણ યથાવત રહે તેવી સંભાવના છે. આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Embark into this cosmic journey of discovery and let your mind soar! ? Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page