Thursday, April 11, 2024
Google search engine
HomeInternationalબળાત્કારને લઈ પાકિસ્તાની યુવકે શું જવાબ આપ્યો? આપણે તમામે એક વાર વાંચવું...

બળાત્કારને લઈ પાકિસ્તાની યુવકે શું જવાબ આપ્યો? આપણે તમામે એક વાર વાંચવું જ જોઈએ

અમદાવાદઃ સોશિયલ મીડિયામાં ઘણીવાર યુઝર્સની વચ્ચે કોઈને કોઈ મુદ્દે દલીલો થતી હોય છે. ના ઓળખાણ કે ના કોઈ સંબંધ પરંતુ એક મુદ્દો મળી જાય એટલે યુઝર્સ એકબીજા સાથે ચર્ચા-દલીલો કરવા લાગે છે. સામાન્ય મુદ્દે થયેલી દલીલો ઘણીવાર ગાળો સુધી પહોંચી જાય છે. અનેકવાર લોકો ગમે તેવા ફાલતુ સવાલ પૂછતા હોય છે અને તેને કારણે કારણ વગરનો વાદ-વિવાદ થાય છે. જોકે, ઘણીવાર યુઝર્સ એવા સવાલો પૂછે છે, જે મનમાં હંમેશના માટે યાદ રહી જાય છે.

ટ્વિટર પર Dawood_suttybaz યુઝરે કર્યો આ સવાલઃ
‘શું તમે કોઈ બળાત્કાર પીડિત યુવતી સાથે લગ્ન કરશો?’

આ સવાલ પર ટ્વિટર યુઝર Hammad_MHI આપ્યો આ જવાબઃ
‘બળાત્કાર કોઈ વિશેષણ નથી, કોઈ વ્યક્તિની ઓળખ નથી આ માત્ર એક ક્રિયા છે, જે માત્ર થઈ છે. જો કોઈનો રેપ થાય છે, તો તેને આ આધારે તેને ઓળખ આપી શકાય નહીં. મને બંદૂકની અણી પર લૂંટી લેવામાં આવ્યો હતો પરંતુ મને તો ક્યારેય ‘લૂંટાયેલો છોકરો’ કહીને બોલાવવામાં આવતો નથી. આ માત્ર એક યુવતી છે, એક સામાન્ય યુવતી, કોઈ એલિયન નથી…’ હમ્માદ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદનો છે.

દાઉદે તો પોતાનો સવાલ હટાવી લીધો છે એટલે કે ટ્વીટ ડિલીટ કરી નાખી પરંતુ હમ્માદની ટ્વીટને અત્યાર સુધી 14 હજારથી વધુલાઈક્સ તથા સાત હજારથી વધુ રી-ટ્વીટ મળી ચૂક્યા છે.

સમાજ ક્યારેક બળાત્કાર પીડિતાને જીવવા દેશે?
મહિલાઓની ઈજ્જત લૂંટાઈ જાય છે અને આપણો સમાજ કહે છે કે તેનું જીવન બરબાદ થઈ ગયું છે. જ્યારે આમાં તેની કોઈ જ ભૂલ હોતી નથી. બળાત્કર સર્વાઈર મહિલા આ આઘાતમાંથી બહાર આવવા માગે તો પણ સમાજના કહેવાતા મોટા લોકો તેને સામાન્ય જીવન જીવવા દેતા નથી. ડગલે ને પગલે તેને સતત યાદ અપાવવામાં આવે છે કે તે બળાત્કારનો ભોગ બની છે અને તેનું જીવન હવે જીવવા લાયક રહ્યું નથી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your thoughts soar! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page