Thursday, April 11, 2024
Google search engine
HomeAjab Gajabમહિલાને કાનમાં થતો હતો દુખાવો, ડોક્ટર પાસે ગઈ પછી જે થયું તેનાથી...

મહિલાને કાનમાં થતો હતો દુખાવો, ડોક્ટર પાસે ગઈ પછી જે થયું તેનાથી હેરાન રહી ગયા તમામ!!

બેંગકોકઃ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક ડોક્ટરે દર્દીના કાનમાંથી જીવતી ગરોળી કાઢી હતી. મહિલાને છેલ્લાં બે દિવસથી કાનમાં ખંજવાળ આવતી હતી અને દુખાવો થતો હતો. મંગળવારના રોજ મહિલા રાજાવિથી હોસ્પિટલ ગઈ હતી અને ડોક્ટરને બતાવ્યું હતું.

ટીપા નાખવા છતાં બહાર ના આવીઃ
25 વર્ષીય ડોક્ટર વરન્યા નગાથાવીએ તપાસ માટે ઓટોસ્કોપનો ઉપયોગ કર્યો હતો. તેમણે જોયું કે દર્દીના કાનમાં કોઈ જીવડું છે. તેમણે એન્ટી બાયોટિક ડ્રોપ્સ નાખ્યા પરંતુ જીવડું બહાર આવ્યું નહોતું.

ચીપિયો નાખીને બહાર કાઢી
ત્યારબાદ ડોક્ટરે ચીપિયાની મદદથી તે જીવડાને બહાર કાઢ્યું હતું. આ સમય દરમિયાન અન્ય ડોક્ટર્સ તથા નર્સ નવાઈમાં મૂકાઈ ગયા હતાં કે જેને અત્યાર સુધી જીવડું સમજતા હતાં, તે એક ગરોળી હતી.

ફેસબુકમાં વાત શૅર કરી
ફેસબુક પોસ્ટ શૅર કરીને ડો. વરન્યાએ આ ઘટના અંગે જાણ કરી હતી. ડોક્ટરે લખ્યું હતું કે ગરોળી જીવતી હતી. તેને કારણે દર્દીને ઘણો જ દુખાવો થતો હતો. થાઈલેન્ડમાં ગરોળીને જિંગ જોકના નામથી ઓળખવામાં આવે છે. તે દર્દીના કાનમાં કેવી રીતે અંદર ગઈ તે ખ્યાલ નથી પરંતુ હાલમાં તે મહિલા ડોક્ટરની દેખરેખ હેઠળ છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Embark into this cosmic journey of discovery and let your imagination roam! ✨ Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

  2. I participated on this casino platform and won a significant cash, but after some time, my mother fell ill, and I required to take out some earnings from my balance. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to the gambling platform. I plead for your support in reporting this website. Please support me in seeking justice, so that others do not undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page