Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightપ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ 2021માં અમદાવાદમાં ઉજવાશે

પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ 2021માં અમદાવાદમાં ઉજવાશે

અમદાવાદઃ બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આદ્યાત્મિક વડા અને વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ 13 ઓગસ્ટ 2016ના દિવસે 95 વર્ષે સારંગપુરમાં બ્રહ્મલીન થયા હતા. BAPSના દેશ-વિદેશ ખાતે રહેતાં કરોડો અનુયાયીઓ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે થનગની રહ્યા છે.

ત્યારે બોચાસણ ખાતે તાજેતરમાં યોજાયેલી એક સભામાં વડીલ સંત કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામીએ જાહેરાત કરતાં જણાવ્યું હતુ કે, વર્ષ 2021માં પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે શાનદાર રીતે ઉજવવામાં આવશે. આ સાંભળીને હરીભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

આ શતાબ્દી મહોત્સવ 34 દિવસનો રહેશે. જેનો પ્રારંભ 9 નવેમ્બર, 2021 કારતક સુદ પાંચમે (લાભ પાંચમ) થશે અને પૂર્ણાહુતિ 10 ડિસેમ્બર, 2021 માગસર સુદ આઠમના દિવસે થશે. આ શતાબ્દી મહોત્સવમાં લાખો ભક્તો દર્શનનો લાભ લેશે તેવું અનુમાન છે.

મહોત્સવની વિશાળ ભૂમિ પર સ્વામિનારાયણ નગરની રચના કરવામાં આવશે. જેમાં ભવ્ય દરવાજા, કલાત્મક મંદિરો, આદર્શ ભક્તોનાં રમણીય સ્પોટ, પ્રેરક પ્રદર્શનો વગેરે અનેક જોવાલાયક આકર્ષણો બનાવવામાં આવશે. શતાબ્દી મહોત્સવનાં સભા મંડપમાં રોજ સાંજે પૂજ્ય મહંતસ્વામી મહારાજની હાજરીમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજવામાં આવશે. આ મહોત્સવમાં દેશ-વિદેશનાં લાખો લોકો પધારીને ઉન્નત જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરશે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Embark into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just read, savor the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

  2. I participated on this gambling website and won a considerable sum of money, but later, my mother fell sick, and I needed to take out some money from my casino account. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to the online casino. I request for your help in reporting this online casino. Please support me in seeking justice, so that others do not experience the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page