Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodપ્રેગ્નન્સી દરમિયાન કરીના કપૂરે શારીરિક સંબંધો રાખ્યા હતા કે નહીં, હવે કર્યો...

પ્રેગ્નન્સી દરમિયાન કરીના કપૂરે શારીરિક સંબંધો રાખ્યા હતા કે નહીં, હવે કર્યો ખુલાસો

મુંબઈઃ કરીના કપૂરે હાલમાં જ સો.મીડિયામાં લાઇવ થઈને પ્રેગ્નન્સીના દિવસો અંગે વાત કરી હતી. પ્રેગ્નન્સી પર આધારિતી બુકને કરીનાએ કરન જોહર સાથે લોન્ચ કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે પ્રેગ્નન્સી દરમિયાન તેણે પતિ સાથે શારીરિક સંબંધો બાંધ્યા નહોતા. તે દિવસોમાં સૈફે પણ ઘણી જ પરિપક્વતા બતાવી હતી અને સપોર્ટ કર્યો હતો.

ખુશ કરવા માટે દબાણ ના કરોઃ ચેટ દરમિયાન કરન જોહરે કરીનાને પૂછ્યું હતું કે તમે જાતે જ કહ્યું કે તમે તે દિવસોમાં સંબંધો બાંધ્યા નહોતા અને તમારા પતિએ ઘણી જ પરિપક્વતા બતાવી હતી. એક મહિલાની પ્રેગ્નન્સી દરમિયાન સંબંધ બનાવવા અંગે શું વિચાર હોય છે અને એક મહિલાને કેવું લાગે છે. આ સવાલ પર કરીનાએ કહ્યું હતું કે એક પુરુષ તરીકે એ બહુ જ જરૂરી છે કે આવા સમયમાં સપોર્ટ કરે અને મહિલાને સુંદર દેખાવવા માટે અથવા ખુશ કરવા માટે દબાણ ના કરે.

મૂડ સ્વિંગ્સ થાયઃ કરીનાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે લોકોને લાગે છે કે જ્યારે તમે પ્રેગ્નન્ટ હો છો તો તમને એ વાતનો અહેસાસ નથી થતો કે તમારો મૂડ, ઇમોશન, ફિલિંગ્સ શું છે. આ બહુ જ મહત્ત્વનું છે. પ્રેગ્નન્સીના થોડાં દિવસ તેને લાગતું કે તે ઘણી જ સુંદર અને હોટ છે. તે આ વાત જ્યારે પતિ સૈફને કહેતી તો તે પણ એમ જ કહેતો કે તે સુંદર દેખાય છે.

સેક્સ લાઇફ સુપર એક્ટિવ રહે તે અંગે દબાણ ના કરોઃ કરીનાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સી છ-સાત મહિના બાદ તેને લાગતું કે તે થાકી ગઈ છે. સવારે ઉઠી પણ શકતી નહોતો. ઘણીવાર તેને કંઈ જ ગમતું નહી. એવી માનસિક સ્થિતિ રહેતી કે તેને ખ્યાલ જ ના આવતો કે તેણે શું વિચારવાનું છે. એક સપોર્ટિવ પુરુષ હોય તે જરૂરી છે. પુરુષોએ પોતાની પત્નીને પ્રેગ્નન્સીમાં સુંદર દેખાવવા માટે દબાણ કરવું નહીં અને તેને ખોટું લાગે તેવો પ્રયાસ બિલકુલ ના કરવો જોઈએ. એવું દબાણ પણ ના કરવું કે રોમાન્સ ને સેક્સ લાઇફ પહેલાંની જેમ જ સુપર એક્ટિવ રહે.

મહિલાઓ આ મુદ્દે વાત કરતાં ડરે છેઃ કરીનાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સી દરમિયાન એક મહિલાની લાગણી દરેક બાબત કરતાં વધુ મહત્ત્વની છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે તે કેવું ફીલ કરે છે. જો તમારો પતિ આ વાત નહીં સમજે તો પછી તારા બાળકનો તે કેવી રીતે પિતા હોઈ શકે? તેણે દરેક સ્થિતિમાં તમને પ્રેમ કરવાનો છે. આ ટોપિક પર જ તેણે પુસ્તક લખ્યું છે, કારણ કે મોટાભાગની મહિલાઓ આ અંગે વાત કરવામાં ડરે છે.

કરીનાએ બુક લૉન્ચિંગ દરમિયાન કરન જોહર સાથે વાત કરી હતી. કરને બ્રેસ્ટફીડિંગ અંગે સવાલ કર્યો હતો. તેણે કરીનાને પૂછ્યું હતું કે જે મહિલાઓ બ્રેસ્ટફીડિંગ નથી કરાવી શકતી તો તેમણે ગિલ્ટી ફીલ કરવાની જરૂર છે? આના પર કરીનાએ કહ્યું હતું કે વિશ્વમાં ‘દુનિયાની સર્વશ્રેષ્ઠ માતા’ એવો કોઈ તાજ નથી. દરેક માતા દુનિયાની બેસ્ટ માતા છે. સાચી વાત એ છે કે તમે દુનિયામાં એક બીજા મનુષ્યને લાવો છો અને તમારામાં આ તાકત છે અને તેથી જ તમે દુનિયાની બેસ્ટ માતા છો. બ્રેસ્ટફીડ માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી. જોકે, એવું કહેવામાં આવે છે કે શરૂઆતના છ મહિના અને પછી દોઢ વર્ષ સુધી બ્રેસ્ટફીડ કરાવવું જોઈએ. જો દોઢ વર્ષ સુધી માતાને દૂધ આવતું હોય તો તે ઘણી જ સારી વાત છે.

કરીના તથા સૈફે 2012માં લગ્ન કર્યા હતા. પહેલા દીકરા તૈમુરનો જન્મ 20 ડિસેમ્બર, 2016માં થયો હતો. 21 ફેબ્રુઆરી, 2021ના રોજ કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. પ્રેગ્નન્સી દરમિયાન કરીનાએ આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું.

ડિલિવરી બાદ ફિઝિકલ તથા મેન્ટલ હેલ્થ અંગે પણ કરીનાએ વાત કરી હતી. કરીનાએ કહ્યું હતું કે કેટલીક મહિલાઓમાં તથા માતાઓમાં હોર્મોનલમાં ફેરફાર થવાથી, થાઇરોઇડ, માનસિક સ્થિતિને કારણે પણ દૂધ આવતું નથી. જો ઇમરજન્સી સીઝેરિયન કરાવ્યું હોય તો પણ દૂધ આવવામાં વાર લાગે છે. નોર્મલ ડિલિવરીમાં દૂધ જલ્દી આવી જાય છે, પરંતુ સી સેક્શનમાં દૂધ આવતા વાર લાગે છે. આથી જ માતાએ શાંતિથી રાહ જોવાની જરૂરી છે. જોકે, તેને માને છે કે તે ક્ષણે જે બેસ્ટ હોય તે કરવાની છે.

કરીનાએ આગળ કહ્યું હતું કે જે માતા બ્રેસ્ટફીડ ના કરાવી શકતી હોય તેમણે ગિલ્ટી ફીલ કરવાની જરૂર છે. જે માતા બ્રેસ્ટફીડ ના કરાવી શકે તે પોતાના બાળકને ઓછા પ્રેમ કરે છે તેવું કહી શકાય નહીં. જો દૂધ ના આવતું હોય તો થોડો સમય રાહ જોવાની જરૂર છે. તે માને છે કે આ દુનિયાની સૌથી બેસ્ટ ફીલિંગ છે. તે ખરી રીતે બાળક સાથેની બોન્ડિંગની ફીલિંગ છે. આ માતા-બાળકની ક્ષણ છે.

 

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities ? into this exciting adventure of discovery and let your mind fly! ? Don’t just enjoy, experience the excitement! ? ? will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page