Friday, April 12, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદની યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ

અમદાવાદની યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ

અમદાવાદ: લંડનમાં ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન અમદાવાદના જુહાંપુરાની યુવતીએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યાની ઘટના સામે આવતા હલચલ મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર આ અંગનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. બીજી તરફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલાની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ એવી શક્યતા છે કે આ મહિલા અમદાવાદમાં રહેતી હતી અને હવે બ્રિટન જઈને વસી ગઈ છે. આવી સ્થિતિમાં તેની સામે કોઈ કાર્યવાહી માટે બ્રિટનના નિયમ-કાયદા જાણવા પડશે.

બીજી તરફ પોતાના નિવેદનોથી હંમેશા વિવાદમાં રહેતા પાકિસ્તાની મૂળના કેનેડાના લેખક તારિક ફતેહે આ વીડિયો શેર કરતાં બબાલ મચી ગઈ છે. તારિક ફતેહની ટ્વિટર પોસ્ટને અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકો રીટ્વિટ કરી ચૂક્યા છે, જ્યારે તેના પર અંદાજે 6 હજાર લોકો રિપ્લાય આપી ચૂક્યા છે. રિપ્લાઈ કરવાવાળા લોકોમાં બે પક્ષના લોકો છે. એ મહિલાના વખાણ કરી રહ્યા છે, જ્યારે બીજા તેને પાકિસ્તાન મોકલવાની સલાહ આપી રહ્યા છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક મહિલા પોતાની પુત્રી સાથે પાકિસ્તાની ક્રિકેટ પ્રેમી ચાચા ચૌધરી અબ્દુલ જલીલી સાથે તસવીર ખેંચાવા આવે છે. તસવીર ખેંચાવાના બદલામાં ત્યાં હાજર પાકિસ્તાની ફેન્સ યુવતીને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવાનું કહે છે. ત્યાર બાદ યુવતી ઉત્સાહમાં આવીને જોર-જોરથી પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન મહિલાએ અમદાવાદના જુહાંપુરામાં રહેતી હોવાનો દાવો પણ કરે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this thrilling experience of imagination and let your imagination fly! ? Don’t just explore, savor the thrill! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page