Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઅંબાણી જ નહીં આ સ્ટાર્સ ને બિઝનેસમેને પણ લગ્નમાં વહાવ્યા હતા પાણીની...

અંબાણી જ નહીં આ સ્ટાર્સ ને બિઝનેસમેને પણ લગ્નમાં વહાવ્યા હતા પાણીની જેમ પૈસા

મા-બાપ પોતાની દીકરીના જન્મથી જ તેના લગ્ન માટે રૂપિયા ભેગા કરે છે. આ ઉપરાંત લગ્ન સમયે ઘણાં પિતાને લોન લેવી પડે છે. જોકે, એવા ઘણાં પરિવાર છે જે પોતાની દીકરીના લગ્નમાં રૂપિયા પાણીની જેમ વહેવડાવે છે અને વૈભવનું પ્રદર્શન કરે છે. જાણો ભારતના ઘણાં લગ્ન વિશે જેમાં છુટ્ટા હાથે રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા
શિલ્પા શેટ્ટીના લગ્નમાં ફેમસ ડિઝાઇનર તરુણ તહલિયાનીએ બનાવેલો લહેંગો પહેર્યો હતો. લાલ રંગના લહેંગામાં શિલ્પા શેટ્ટી ખૂબ જ સુંદર લાગતી હતી. રિપોર્ટ મુજબ શિલ્પાના લહેંગાની કિંમત 50 લાક રૂપિયા હતી. આ લહેંગામાં આઠ હજાર સ્વરોસ્કી ક્રિસ્ટલ જોડાયેલા હતાં. આ સાથે જ શિલ્પાએ હીરાજડીત ઘરેણાં પહેર્યા હતાં. રાદ કુન્દ્રાએ લગ્નની પહેલી વર્ષગાંઠ પર શિલ્પાને બુર્જ ખલીફાના 19માં ફ્લોર પર એક એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું હતું. રિપોર્ટ મુજબ આ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 50 લાખ રૂપિયા હતી. એટલું જ નહીં રાજે ઇંગ્લેન્ડમાં પણ શિલ્પાને એક મોટો બંગલો ગિફ્ટ કર્યો છે. આ બંગલાની કિંમત 51.5 કરોડ રૂપિયા કહેવામાં આવે છે.

મલ્લિકા રેડ્ડી અને સિદ્ધાર્થ રેડ્ડી
જૂન 2011માં મલ્લિકા અને સિદ્ધાર્થ રેડ્ડીના લગ્ન થયા હતાં. મલ્લિકા રેડ્ડી GVK ગ્રુપના માલિક કૃષ્ણા રેડ્ડીની પૌત્રી છે. તે સિદ્ધાર્થ રેડ્ડી ઇન્દુ ગ્રુપના માલિક ઇન્દુકુમારી શ્યામ પ્રસાદ રેડ્ડીના દીકરા છે. આ ભવ્ય લગ્નમાં 5000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં ભારતના તમામ ઉદ્યોગપતિ અને મોટી-મોટી હસ્તી સામેલ થઈ હતી. આ લગ્ન હૈદરાબાદમાં થયા હતા અને તમને જાણીને હેરાની થશે કે, આ લગ્નમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચને તેમના દીકરાના લગ્ન રોયલ બનાવવામાં કોઈ કમી રાખી નહોતી. લગ્નમાં પાણીની જેમ રૂપિયા વહેવડાવ્યા હતાં. ઐશ્વર્યા અને અભિષેકના આ શાહી લગ્નમાં 80 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. અભિષેક અને ઐશ્વયાએ 20 એપ્રિલ 2007માં લગ્ન કર્યા હતાં. લોકોમાં આ બંનેના લગ્નનો ગજબ ક્રેઝ જોવા મળ્યો હતો. આ લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. આ લગ્નમાં ઐશ્વર્યા સ્વર્ગની અપ્સરા લાગી રહી હતી. બચ્ચન પરિવારે લગ્નમાં કોઈ કમી છોડી નહોતી. ઐશ્વર્યાના લગ્નમાં જે જ્વેલરી પહેરી હતી. તેની કિંમત કરોડો રૂપિયા હતાં. આ લગ્નમાં શણગાર અને જમણવાર ખૂબ જ ભવ્ય હતો.

અમિત ભાટિયા અને વનિશા મિત્તલ
સ્ટીલના કારોબારી લક્ષ્મી નિવાસ મિત્તલની દીકરી વનીશા અને અમિત ભાટિયાના લગ્નમાં 78 મિલિયન ડૉલર એટલે કે, 517 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. દરેક ગેસ્ટ્સને ઇન્વિટેશનની સાથે સિલ્વર બોક્સમાં પેરિસની માટે એર ટિકિટ મોકલી હતી. આ લગ્ન 6 દિવસ સુધી ચાલ્યા હતાં. સ્ટીલ ટાયકૂનની દીકરી વનિશાના લગ્ન 6 દિવ સુધી પેરિસમાં ચાલ્યા હતાં. 6 દિવસ સુધી ચાલનારા આ લગ્ન સમારોહમાં મિત્તલે 517 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, સૌથી મોંઘા લગ્ન સમારોહમાં જે સંબંધ બાંધ્યો હતો તે આગળ વધ્યો નહોતો. વર્ષ 2014માં મિત્તલની દીકરી અને અમિત વચ્ચે છૂટાછેડા થઈ ગા હતાં.

સહારા વેડિંગ
લગ્નમાં સહારાના પ્રમુખ સુબ્રત રોયના મોટા દીકરા સુશાંત અને નાના દીકરા સીમન્તોના લગ્ન ચર્ચમાં રહ્યા હતાં. રિપોર્ટ મુજબ તેમના લગ્નમાં 552 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. બંનેના લગ્ન વર્ષ 2004માં લખનઉમાં થયા હતાં. જેમાં 552 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. આ લગ્નમાં સ્પેશિયલ પ્લેનથી ગેસ્ટને સમારોહમાં લાવવાની વ્યવસ્થા હતી. જેમાં ક્રિકેટર્સ, નેતા, મંત્રી સહિતના લોકો સામેલ થયાં હતાં. આ લગ્નમાં ફેશન ડિઝાઈનર રોહિત બલ અને સવ્યાસાચીએ ડ્રેસ ડિઝાઇન કર્યા હતાં. આ લગ્ન માટે લખનઉની દરેક હોટેલ્સ બુક કરવામાં આી હતી. લગ્નમાં મોટા-મોટા રાજનેતા સાથે ધન કુબેર તથા ફિલ્મી હસ્તીઓ પણ સામેલ થયાં હતાં.

બ્રહ્માણી અને રાજીવ રેડ્ડી
ઇન્ડસ્ટ્રિયલિસ્ટ જનાર્દન રેડ્ડીની દીકરી બ્રાહ્મણીના લગ્ન રાજીવ રેડ્ડી સાથે વર્ષ 2016માં થયા હતાં. બંનેના લગ્ન નોટબંધી હોવા છતાં ખૂબ જ મોંઘા હતાં. લગ્નમાં લગભગ 550 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો.

સૃષ્ટિ મિત્તલ અને ગુલરાજ બહલ
સૃષ્ટિ મિત્તલ જે જાણીતી સ્ટીલ કંપની આર્સેલર મિત્તલના સીઈઓ લક્ષ્મી મિત્તલની ભત્રીજી છે તેમના લગ્ન સ્પેનના બાર્સિલોનામાં ગુલરાજ બહલ સાથે થયાં હતાં. સૃષ્ટિ અને ગુલરાજના લગ્નનો કુલ ખર્ચ 500 કરોડ રૂપિયા કહેવામાં આવે છે.

વિનીતા અગ્રવાલ અને મુક્તિ તેજા
પ્રમોદ અગ્રવાલ. UKમાં સ્થિત એક કરોડપતિ છે અને તેમની દીકરી વિનીતા અગ્રવાલે અમેરિકાના કેલિફોર્નિયામાં મુક્તિ તેજા સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં લગભગ 130 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે.

લલિત તંવર અને યોગિતા જૌનપુરિયા
નેતા કંવર તંવર જે એક એમપી હતાં. તેમણે પોતાના દીકરા લલિત તંવરના લગ્ન ખૂબ ધૂમધામથી કર્યા હતાં. લલિતના લગ્ન યોગિતા જૌનપુરિયા સાથે થયાં હતાં. લલિતને તેમના સાસરિયાઓએ એક હેલિકોપ્ટર ગિફ્ટ કર્યું હતું. આ લગ્નમાં લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો.

આદિલ સાજન અને સના ખાન
ડેન્યૂબ હોમ કંપનીના ડિરેક્ટર આદિલ સાજનના લગ્ન સના ખાન સાથે થયાં હતાં. બંનેના લગ્ન એક લક્ઝરી ક્રૂઝ પર થયાં હતાં. લગભગ 4 દિવસ સુધી ચાલેલા આ લગ્નમાં લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો.

સંજય હિન્દુજા અને અનુ મહતાની
સંજય હિન્દુજા જેમણે જાણીતા ડિઝાઈનર અનુ મહતાની સાથે લગ્ન કર્યા છે. તમને જણાવીએ કે સંજય હિન્દુજાનો પરિવાર બ્રિટનના સૌથી અમીર પરિવારમાંથી એક છે. બંનેના લગ્નમાં હોલિવૂડ એક્ટર જેનિફર લોપેઝ અને બોલિવૂડના ઘણાં મોટા સ્ટાર આવ્યા હતાં. લગ્નમાં લગભગ 140 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો.

ઇશા અંબાણી અને આનંદ પીરામલ
મુકેશ અંબાણીએ તેમની દીકરી ઈશા અંબાણીના લગ્ન તેમના બાળપણના ફ્રેન્ડ આનંદ પીરામલ સાથે કરાવ્યા છે. લગ્નમાં વિદેશી કપલ્સ જેવા કે, હિલેરી ક્લિંટન, હેનરી ટ્રેવિસને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોપ્યુલર સિંગર બેયોંસે ધમાકેદાર પર્ફોમન્સ આપી સૌનું મન મોહી લીધું હતું. આ લગ્નમાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page