Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં પતિએ મૃત પત્નીની યાદમાં 2 કરોડ રૂપિયા ખર્ચીને બનાવ્યું મંદિર

ગુજરાતમાં પતિએ મૃત પત્નીની યાદમાં 2 કરોડ રૂપિયા ખર્ચીને બનાવ્યું મંદિર

વઢવાણઃ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પ્રેમ કહાણી અમર થઈ જાય. પતિ-પત્ની વચ્ચે ભલે ગમે તેટલા ઝઘડા થાય પરંતુ તેમની વચ્ચે પ્રેમનું સ્તર હંમેશા વધારે જ હોય છે. જ્યારે બંનેમાંથી કોઈ એક જીવનસાથી ગુમાવે છે કે તેનાથી દૂર થાય છે ત્યારે ઘણી પીડા થતી હોય છે. જેમ શાહજહાંએ પત્ની મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. કંઈક એ રીતે જ ગુજરાતમાં એક વ્યક્તિએ પોતાની સ્વર્ગીય પત્નીની યાદમાં મંદિર બનાવડાવ્યું છે.

મંદિરમાં રોજ નિયમ અનુસાર પૂજા વિધિ થાય છે. આ મંદિર બનાવડાવનાર વ્યક્તિનું નામ લાલા રામભાઈ છે. 65 વર્ષીય લાલાએ પોતાની સ્વર્ગીય પત્નીની યાદમાં ગુજરાતના વઢવાણના દૂધરેજ નગરાગામમાં મંદિર બનાવડાવ્યું છે. લાલાભાઈએ 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરી મંદિર પરિસરમાં જ એક વૃદ્ધાશ્રમ પણ બનાવ્યો છે.

લાલા રામભાઈએ કહ્યું હતું કે તેમની પત્ની લલિતા બેન ઘણીવાર કહેતા રહેતા કંઈક એવું કરો કે લોકો આપણને બંનેને હંમેશાં યાદ રાખે. જ્યારે 51 વર્ષની વયે પત્નીનીનું નિધન થતા લાલા રામભાઈએ પત્નીની યાદમાં મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો. મંદિરમાં રોજ પૂજા કરાય છે. લાલાભાઈ રામે પત્નીના નિધન બાદ 2 કરોડના ખર્ચે 4 એકર જમીન ખરીદી ત્યાં વૃદ્ધાશ્રમ બનાવ્યો. જે પછી તેમણે આ જ સ્થળે એક મંદિર પણ બનાવડાવ્યું, જેમાં તેમની પત્નીની મૂર્તિની રોજ પૂજા કરવામા આવે છે.

65 વર્ષની વયે પણ લાલા રામ ઘણા એક્ટિવ છે અને સામાજીક કાર્ય કરતા રહે છે. લાલા રામ આજે સુખી સંપન્ન છે પરંતુ આ માટે તેમણે આકરી મહેનત કરી છે.

લાલા રામભાઈ એક સમયે ઘરે-ઘરે જઈ દાંતણ વેચવાનું કામ કરતા હતા. જે પછી તેમણે દિલ્હી જઈ એન્ટિક વસ્તુઓનો વેપાર શરૂ કર્યો અને તે ચાલી જતા તેમની આર્થિક સ્થિતિ ઘણી સુધરી ગઈ. લાલા રામ અને લલિતાબેનના 3 બાળકો પણ છે. લાલા રામને આ વયે પણ પોતાના દરેક કામ જાતે જ કરવાનું પસંદ છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! ? ? into this cosmic journey of imagination and let your imagination soar! ✨ Don’t just enjoy, savor the excitement! ? Your brain will be grateful for this exciting journey through the realms of discovery! ?

  2. I engaged on this gambling website and managed a considerable sum of money, but eventually, my mother fell ill, and I required to withdraw some earnings from my balance. Unfortunately, I faced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this gambling platform. I implore for your help in reporting this website. Please assist me to obtain justice, so that others do not face the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

  3. I tried my luck on this online casino platform and won a considerable pile of cash. However, later on, my mom fell seriously sick, and I required to cash out some money from my casino balance. Unfortunately, I faced issues and could not finalize the cashout. Tragically, my mom passed away due to this online casino. I urgently request your support in bringing attention to this situation with the platform. Please help me in seeking justice, to ensure others won’t have to endure the hardship I’m facing today, and prevent them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page