Monday, April 15, 2024
Google search engine
HomeNationalઆ ખાસ સંબંધોના કારણે સેલેબ્સ સાથે ટચમાં રહે છે નીતા અંબાણી, જુઓ...

આ ખાસ સંબંધોના કારણે સેલેબ્સ સાથે ટચમાં રહે છે નીતા અંબાણી, જુઓ તસવીરો

મુંબઈઃ દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીને પોતાના કામમાંથી ભાગ્યે જ સમય મળે છે. તેના કારણે રિલાયન્સ ફાઉન્ડેશનની જવાબદારીઓ નીતા અંબાણી સંભાળે છે. નીતા અંબાણી સોશિયલ વર્કના કામમાં જોડાયેલી છે. આ ઉપરાંત પરિવાર સાથેની તમામ જવાબદારીઓ પણ તેઓ જ સંભાળે છે. નીતા અંબાણી પોતે એક મોટા સેલિબ્રિટી તરીકે ઓળખાય છે અને તેઓ ઘણી ઈવેન્ટ્સ તથા ફંકશનમાં સામેલ થતા રહે છે.

બોલિવૂડની ઘણી પાર્ટીઝમાં પણ નીતા અંબાણી સામેલ થતા હોય છે. આઈપીએલ ટીમના માલિક હોવાના કારણે તેઓ સ્પોર્ટ્સ વર્લ્ડમાં પણ જાણીતું નામ છે. બોલિવૂડના તમામ એક્ટર-એક્ટ્રેસિસ સાથે તેમના સારા સંબંધો છે. આજે અમે તમારી સમક્ષ નીતા અંબાણી અને બોલિવૂડ સેલેબ્સના ખાસ રિલેશનની તસવીરો રજૂ કરી રહ્યાં છીએ.

બોલિવૂડની એક ઈવેન્ટમાં દિગ્ગજ એક્ટ્રેસ માધુરી દીક્ષિત સાથે નીતા અંબાણી જોવા મળ્યા હતા. તે સમયે માધુરીનો લુક થોડો અલગ લાગતો હતો જ્યારે નીતા અંબાણી અગાઉ જેવા જ લાગતા હતા. આવી જ એક તસવીરમાં નીતા અંબાણી અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળ્યા હતા. તસવીરમાં ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્ય સાથે જ્યારે બીજી તસવીરમાં નીતા અંબાણી સાથે જોવા મળે છે.

એક તસવીરમાં માધુરી દીક્ષિત સ્ટેજ પર પર્ફોર્મ કરતી જોવા મળે છે અને નીતા અંબાણી પણ ત્યાં હોય છે. તેમને ઘણીવાર બોલિવૂડ ઈવેન્ટ્સમાં આમંત્રિત કરાય છે. જોકે સમયનો અભાવ રહેતા તેઓ મોટાભાગની પાર્ટીઓમાં અમુક જ સમય આપી નીકળી જતા હોય છે.

બોલિવૂડ અને કોર્પોરેટ વર્લ્ડનો સંબંધ તો રહે જ છે. જ્યારે એક કંપનીની ઈવેન્ટમાં માધુરી દીક્ષિત નીતા અંબાણી સાથે જોવા મળી હતી. આ સમયે મેરિકોમ પણ તેમની સાથે જોવા મળી હતી. જ્યારે આ ઈવેન્ટની અન્ય એક તસવીરમાં નીતા અંબાણી, માધુરી સહિત એન્ટરટેનમેન્ટ વર્લ્ડની અન્ય દિગ્ગજ હસ્તીઓ પણ જોવા મળી હતી.

તેમાં રણબીર કપૂર પણ સામેલ હતો. દીકરા આકાશ અંબાણીના લગ્નના પ્રસંગે નીતા અંબાણી ખાસ લુકમાં જોવા મળ્યા હતા અને શાહરૂખ તથા તેની પત્ની ગૌરી ખાન સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ તસવીરમાં નેતા અને એક સમયે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રહેલા રાજીવ શુકલા પણ જોવા મળી રહ્યાં છે. જ્યારે એક તસવીરમાં નીતા અંબાણી અને શાહરૂખની પત્ની ગૌરી ખાન એન્ટિલિયામાં જોવા મળી રહ્યાં હતા. નીતા અંબાણીની વય ગૌરી કરતા વધુ હોવા છતાં તેઓ ગ્લેમર મામલે ગૌરીને ટક્કર આપતા જોવા મળે છે.

એક ઈવેન્ટમાં કરિશ્મા કપૂર તથા કરીના કપૂર નીતા અંબાણી સાથે જોવા મળી હતી. જ્યારે અન્ય એક તસવીરમાં નીતા અંબાણી સાથે શાહરૂખ ખાન, રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણ જોવા મળે છે. જીયોની એક ઈવેન્ટની તસવીરમાં નીતા અંબાણી સાથે કરણ જોહર, આમિર ખાન પત્ની કિરણ રાવ અને અન્ય હસ્તીઓ સાથે.

એક અન્ય તસવીરમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને રાની મુખર્જી સાથે નીતા અંબાણી જોવા મળે છે. બોલિવૂડના કપૂર પરિવાર સાથે પણ અંબાણી પરિવારને સારા સંબંધો રહ્યાં છે. એક તસવીરમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઋુષિ કપૂર (હવે સ્વર્ગીય) અને નીતૂ કપૂર જોવા મળી રહ્યાં છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! ? Dive into this exciting adventure of discovery and let your imagination soar! ? Don’t just read, immerse yourself in the excitement! ? Your brain will thank you for this exciting journey through the worlds of awe! ?

  2. I played on this gambling website and managed a substantial cash, but eventually, my mom fell sick, and I needed to take out some funds from my account. Unfortunately, I encountered problems and could not complete the withdrawal. Tragically, my mom passed away due to such gambling platform. I request for your assistance in bringing attention to this site. Please help me to achieve justice, so that others won’t undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I tried my luck on this gambling site and earned a considerable amount of money. However, afterward, my mother fell critically sick, and I wanted to take out some money from my casino balance. Unfortunately, I experienced problems and could not finalize the cashout. Tragically, my mom died due to such online casino. I kindly plead for your assistance in reporting this concern with the site. Please assist me in seeking justice, to ensure others won’t have to face the pain I’m facing today, and prevent them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page