Monday, April 15, 2024
Google search engine
HomeRecipeમહુડીની સુપ્રસિદ્ધ સુખડી ઘરે જ બનાવો

મહુડીની સુપ્રસિદ્ધ સુખડી ઘરે જ બનાવો

અમદાવાદઃ સુખડીનું નામ પડતા જ મોંમાંથી પાણી આવવા લાગે છે અને તરત જ આંખ સામે મહુડીની સુખડી યાદ આવી જાય છે. બરોબર ને? ઘરે મહુડી જેવી ટેસ્ટી સુખડી થતી નથી. તો આજે અમે મહુડી જેવી જ ટેસ્ટી સુખડી કેવી રીતે બનાવી શકાય, તેની રેસિપી લઈને આવ્યા છીએ.

સામગ્રી:
– સવા ત્રણ કપ ઘઉંનો લોટ
– સવા ત્રણ કપ ઘી
– સવા ત્રણ કપ છીણેલો ગોળ

રીત:
1. સૌથી પહેલા એક કડાઈમાં ઘઉંનો લોટ અને ઘી સેકી લો.
2. ધ્યાન રાખો કે, લોટ લાલ ન થઇ જાય.
3. લોટ શેકાઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરો અને તેને હલાવો.
4. ત્યારબાદ એક ઘી લગાવેલી પ્લેટમાં આ સુખડી પાથરો.
5. તે સહેજ ઠંડી થઈ જાય એટલે તેના પીસ કરી લો.
6. હવે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

જો તમે ઇચ્છો તો 2 ટેબલસ્પૂન સૂંઠ પાઉડર ગોળ નાખતી વખતે નાખી શકો છો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! ? Embark into this exciting adventure of imagination and let your mind fly! ✨ Don’t just read, savor the thrill! ? ? will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page