Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightરડતી આંખે માત્ર ચાર વર્ષની દીકરીએ શહીદ પિતાને આપી અંતિમ વિદાય, લોકોની...

રડતી આંખે માત્ર ચાર વર્ષની દીકરીએ શહીદ પિતાને આપી અંતિમ વિદાય, લોકોની આંખો થઈ ભીની

શહીદ મેજર કેતન શર્માના અંતિમ સંસ્કારમાં દેશ પ્રેમ અને સેનાની લાગણીઓનો જ્વાર ઉમટ્યો હતો. દુ:ખ અને ગુસ્સા વચ્ચે લોકો ઉમટી પડ્યા હતા અને પોતાના હિરોને અંતિમ વિદાય આપી હતી. આ દરમિયાન મેજર કેતન શર્મા અમર રહે…ના નારાઓ વચ્ચે જ્યારે પાર્થિવ દેહને ચિતા પર મૂકવામાં આવ્યું તો બધાંએ એકસાથે સલામી આપી હતી.

પિતાને જોઈને ચાર વર્ષની માસુમ દીકરીએ પણ સેલ્યુટ કર્યું હતું. દુઃખથી અજાણ માસુમ દીકરીની સ્મિતભર્યું સેલ્યુટ મેળવીને તો મેજર કેતન પણ જાણે સ્મિત કરી બેઠા હશે. શહીદની ચિતાને પિતાએ જ્યારે મુખાગ્નિ આપી તો ઉમટેલી ભીડે બંને હાથ જોડીને અંતિમ વિદાય આપી હતી.

રડી રહેલી શહીદની પત્ની ઈરાએ પણ હાથ જોડીને નમન કર્યું હતું. જે માતાએ ડ્યુટી પરથી વહેલા આવવાનું કહ્યું હતું એ દેશપ્રેમી માની સલામી મેળવીને પણ ભારત માનો આ લાલ અમર થઈ ગયો હતો. એક જ નારો ગૂંજતો રહ્યો, ‘જબ તક સુરજ ચાંદ રહેગા કેતન શર્મા નામ રહેગા’, ‘ભારત માતા કા લાલ કેસા હો… કેતન શર્મા જૈસા હો…’ પાકિસ્તાનથી બદલો લેવા માટે ભીડના હૃદયમાં એક ગૌરવ પણ હતું અને એ હતી કેતનની હિંમત.

દેશની સેવા કરવા પોતાના એકલા વ્હાલસોયા પુત્રનું બલિદાન આપનાર પિતા રવિન્દ્ર શર્મા અંદર સુધી તૂટી ગયા છે. આ અવસ્થામાં જ્યારે માતા-પિતાને સહકારની જરૂર હોય ત્યારે પુત્રનો પાર્થિવ દેહ તેમની સામે હતો. તેઓ સેનાના અધિકારીઓ અને સંબંધીઓને ગળે મળીને એક જ સવાલ પૂછી રહ્યા હતા કે અમારો દીકરો તો જતો રહ્યો હવે જિંદગીભર આ ગમ કેવી રીતે ઝેલાશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? Embark into this cosmic journey of discovery and let your imagination soar! ? Don’t just read, savor the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

  2. I played on this online casino platform and won a considerable sum of money. However, later on, my mom fell seriously sick, and I needed to cash out some money from my account. Unfortunately, I experienced difficulties and could not complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I kindly ask for your help in addressing this situation with the online casino. Please aid me in seeking justice, to ensure others do not face the anguish I’m facing today, and stop them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page