Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodદુનિયાદારી ભૂલાવીને બે સંતાનોના બાપ એવા અમિતાભ બચ્ચન હતાં રેખાના પ્રેમમાં પાગલ..!

દુનિયાદારી ભૂલાવીને બે સંતાનોના બાપ એવા અમિતાભ બચ્ચન હતાં રેખાના પ્રેમમાં પાગલ..!

મુંબઈઃ અમિતાભ બચ્ચન તથા રેખાની લવ સ્ટોરી બોલિવૂડનો એવો હોટ ટોપિક છે, જેની ચર્ચા આજે પણ થતી રહે છે. જ્યારે પણ રેખાનું નામ લેવામાં આવે ત્યારે આપોઆપ અમિતાભનું નામ લેવાઈ જાય છે. કહેવાય છે કે રેખા તથા બિગ બીનું સીક્રેટ અફેર વર્ષો સુધી ચાલ્યું હતું. ‘સિલસિલા’માં યશ ચોપરાએ બંનેના રિલેશનશિપની વાત કરી હતી પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી.

આનું મુખ્ય કારણ છે કે જયા બચ્ચન. જયા બચ્ચનને એક વાત રેખાને કહી હતી અને ત્યારબાદથી રેખા હંમેશાં માટે બિગ બીના જીવનમાંથી દૂર થઈ ગઈ હતી.

શું હતી તે વાત?
વાત, તે સમયની છે જ્યારે મીડિયામાં રેખા તથા અમિતાભના અફેરની ચર્ચા થતી રહેતી હતી. આવામાં જયા બચ્ચને પોતાના ઘરને બચાવવાના શક્ય તેટલા પ્રયાસો કર્યાં હતાં. એકવાર બિગ બી શૂટિંગ માટે મુંબઈથી બહાર ગયા હતાં. જયાએ તકનો ફાયદો ઉઠાવીને રેખાને પોતાના ઘરે ડિનર માટે બોલાવી હતી.

રેખાએ વિચાર્યું હતું કે જયા તેને ઘણું જ સંભળાવશે પરંતુ ડિનર દરમિયાન આવું કંઈ જ થયુ નહીં. જયાએ રેખા સાથે અઢળક વાતો કરી પરંતુ ક્યાંય બિગ બીનું નામ લીધું નહીં. આટલું જ નહીં જયાએ આખું ઘર રેખાને બતાવ્યું હતું. આનાથી રેખાને ઘણી જ નવાઈ લાગી હતી.

રેખા જ્યારે ઘરે જવા લાગી તો જયા તેને વળાવવા દરવાજા સુધી આવી હતી. અહીંયા આવીને જયાએ જોરદાર સિક્સર મારતા કહ્યું હતુ કે ગમે તે થઈ જાય પરંતુ તે અમિતને ક્યારેય છોડશે નહીં. આ વાત સાંભળીને રેખાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. રેખાને અહેસાસ થયો કે તે કોઈનું ઘર ભાંગી રહી છે અને તેને પસ્તાવો થવા લાગ્યો. તે દિવસ બાદ રેખાએ ક્યારેય અમિતાભને મળવાનો પ્રયાસ કર્યો નહી. આટલું જ નહીં તે હંમેશ માટે બિગ બીથી દૂર જતી રહી.

RELATED ARTICLES

1 COMMENT

  1. Wow, you’ve truly surpassed expectations this time! Your effort and dedication shine through in every aspect of this content. I just had to take a moment to express my gratitude for producing such fantastic content with us. You are exceptionally talented and dedicated. Keep up the fantastic work! ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page