Saturday, April 20, 2024
Google search engine
HomeNationalગુજરાત પર મોહી પડ્યા 'તારક મહેતા'ના બબીતાજી, આ જગ્યાઓની લીધી મુલાકાત, જુઓ...

ગુજરાત પર મોહી પડ્યા ‘તારક મહેતા’ના બબીતાજી, આ જગ્યાઓની લીધી મુલાકાત, જુઓ તસવીરો

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ બબીતાજી એટલે કે મુનમુન દત્તા તાજેતરમાં જ દોઢ દિવસ માટે અમદાવાદ આવી હતી. બબીતાજી અમદાવાદમાં આખો દિવસ રહ્યા હતા અને પછી બીજા દિવસે અંબાજી ગયા હતા. અહીંયા મા દુર્ગાના દર્શન કર્યા હતા.

મુંબઈથી અમદાવાદની સફર મુશ્કેલ રહીઃ બબીતાજી ફેમિલી ફ્રેન્ડ સાથે મુંબઈથી અમદાવાદ આવ્યા હતા. તેઓ ઇન્ડિગો ફ્લાઇટમાં આવ્યા હતા.

જોકે, ઇન્ડિગો એરલાઇન્સે જાણ કર્યા વગર જ ફ્લાઇટના ગેટ નંબર ચેન્જ કરી નાખ્યા હતા અને તેથી જ બબીતાજી મુંબઈ એરપોર્ટ પર એકથી બીજા ગેટ સુધી દોડતા દોડતા પહોંચ્યા હતા.

બબીતાજી અમદાવાદમાં રિવરફ્રન્ટથી લઈ લો ગાર્ડનની હેપી સ્ટ્રીટ સહિતની જગ્યાઓ ફર્યા હતા. આટલું જ નહીં તેઓ અમદાવાદમાં ફેમિલી ફ્રેન્ડના ત્યાં રોકાયાં હતાં. અહીંયા તેમણે ગુજરાતી નાસ્તો ફાફડા, ખમણ, ચોળાફળીનો નાસ્તો કર્યો હતો.

રજવાડુંમાં ડિનર કર્યુંઃ બબીતાજીએ ફેમિલી ફ્રેન્ડ સાથે અમદાવાદની જાણીતી ગુજરાતી હોટલ રજવાડુંની મુલાકાત લીધી હતી.

અહીંયાની પારંપરિક વાનગીઓ જોઈને બબીતાજી ખુશ થઈ ગયા હતા. રાજસ્થાની ડાન્સ જોઈને મુનમુન દત્તાએ વીડિયો ઉતાર્યો હતો. કુંભાર સાથે મળીને ચાકડો પણ ચલાવ્યો હતો.

બીજા દિવસે અંબાજી ગયાઃ બીજા દિવસે સવારે ચાર વાગે ઉઠીને તૈયાર થઈને બબીતા ફેમિલી ફ્રેન્ડ તથા તેમના પરિવાર સાથે અંબાજીના દર્શને ગયા હતા. અહીંયા તેઓ ગબ્બર ચઢ્યા નહોતા. માતાજીના દર્શન કર્યા બાદ તેઓ સીધા એરપોર્ટ ગયા હતા.

છેલ્લા એક મહિનાથી શોમાં નથી જોવા મળ્યાઃ ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા..’ની ટીમ જૂન મહિનામાં ગુજરાતથી મુંબઈ આવી ગઈ હતી. ટીમે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

જોકે, છેલ્લાં એક મહિનાથી પણ વધુ સમયથી મુનમુન દત્તા આ સીરિયલમાં જોવા મળી નથી. તેણે એવું કહ્યું હતું કે હાલમાં તેનો ટ્રેક ના હોવાથી તે સીરિયલમાં જોવા મળી નથી.

મુનમુન દત્તાએ એવું કહ્યું હતું તે આ સીરિયલ સાથે જ સંકળાયેલી છે અને તેણે સીરિયલ છોડી નથી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your thoughts roam! ? Don’t just explore, immerse yourself in the excitement! ? ? will be grateful for this exciting journey through the realms of discovery! ✨

  2. I tried my luck on this casino website and earned a significant pile of earnings. However, later on, my mother fell gravely ill, and I needed to take out some money from my wallet. Unfortunately, I experienced issues and could not complete the withdrawal. Tragically, my mom died due to the gambling platform. I kindly plead for your help in addressing this issue with the site. Please assist me in seeking justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and stop them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page