Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodક્રિકેટને અલવિદા કહેતાં યુવરાજ સિંહની EX ગર્લફ્રેન્ડ કિમ શર્માએ શું કર્યું ટ્વિટ?

ક્રિકેટને અલવિદા કહેતાં યુવરાજ સિંહની EX ગર્લફ્રેન્ડ કિમ શર્માએ શું કર્યું ટ્વિટ?

મુંબઈ: ક્રિકેટર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. યુવરાજે પ્રેસ કોન્ફરન્સ કરીને ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી હતી. યુવરાજનાં સંન્યાસનાં સમાચાર મીડિયામાં આવતાં જ ખળભળાટ મચી ગયો હતો.

દિગ્ગજ ક્રિકેટર્સે યુવરાજની રમતને યાદ કરતાં તેના ભવિષ્યને લઈને શુભકામનાઓ પાઠવી છે. આ સાથે બોલિવૂડનાં સિતારાઓએ પણ શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં અનુપમ ખેર, વરૂણ ધવન અને આલિયા ભટ્ટ જેવી હસતીઓ સામેલ છે. આ ઉપરાંત યુવરાજ સિંહની એક્સ ગર્લફ્રેન્ડ કિમ શર્માએ પણ ઈમોશનલ ટ્વિટ કરી હતી.

યુવરાજની પત્ની હેજલે યુવરાજની પ્રેસ કોન્ફરન્સ દરમિયાનનો એક ફોટો અપલોડ કર્યો હતો અને ત્યારબાદ લખ્યું હતું કે, અને આ સાથે જ એક યુગનો અંત આવ્યો. તમને તમારા પર ગર્વ હોવો જોઈએ. હવે આગલાં ચેપ્ટર તરફ આગળ વધીએ. ખુબ ખુબ પ્રેમ.

હેજલે પોસ્ટ કરેલી આ તસવીર પર જ કિમ શર્માએ કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું કે, હંમેશા ચમકતા રહો you lovely duo. આ રીતે બોલિવૂડની કેટલીય હસતીઓએ હેજલની પોસ્ટ પર કોમેન્ટ કરીને શુભકામનાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે કિમ શર્મા અને યુવરાજ ઘણા લાંબા સમય સુધી રિલેશનમાં હતા. યુવરાજની માતાને આ સંબંધ પસંદ ન હોવાના કારણે લગ્ન ન થઈ શક્યાં.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page