Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodબોડીગાર્ડ સાથે દીપિકા પાદુકોણના છે ખાસ સંબંધો, આપણો પણ ના હોય એટલો...

બોડીગાર્ડ સાથે દીપિકા પાદુકોણના છે ખાસ સંબંધો, આપણો પણ ના હોય એટલો આપે છે પગાર

બોલિવૂડના મોટા-મોટા સ્ટાર હંમેશા પોતાની સાથે એક બોડીગાર્ડ રાખે છે. ઘણીવાર તે પ્રોફેશનલ સંબંધ ઘણો નજીકનો થઈ જાય છે. અત્યારસુધી તમે સલમાન ખાનના બોડીગાર્ડ શેરા સાથે તેમના અંગત સંબંધ વિશે જાણતાં હશો. સલમાનના પડછાયાની જેમ શેરા તેમની સાથે રહે છે સાથે જ સલમાન પણ શેરાને પોતાના ભાઈ સમાન માને છે. તો હવે તમને બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના બોડીગાર્ડ જલાલ વિશે જણાવીએ. જે છેલ્લાં ઘણાં વર્ષોથી દીપિકા પાદુકોણના સૌથી ખાસ લોકોમાં સામેલ છે.

દીપિકાના પડછાયાની જેમ છે જલાલ
દીપિકા પાદુકોણ છેલ્લાં કેટલાય વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસ છે. ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી ડેબ્યુ કર્યા પછી આજ સુધી તે ટોપ એક્ટ્રસના લિસ્ટમાં સામેલ છે. દીપિકા જ્યારે પણ લોકો વચ્ચે હોય છે ત્યારે ઘણાં લોકો તેની એક ઝલક મેળવવા માટે પડાપડી કરે છે. એવામાં દીપિકાને ભીડથી દૂર રાખવાની જવાબદારી તેમના બોડીગાર્ડ જલાલની છે. છેલ્લાં ઘણાં વર્ષથી તે આ કામ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે.

દીપિકા જલાલને ભાઈ માને છે
એક રિપોર્ટ મુજબ, દીપિકા પાદુકોણ પોતાના બોડીગાર્ડ જલાલને એક સહયોગી સ્ટાફ નહીં, પણ એક પરિવારના સભ્યની જેમ માને છે. એટલે ઘણાં વર્ષથી આ પદ પર જલાલ જ કામ કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના લોકો એવું જણાવે છે કે, દીપિકા જલાલને ભાઈ માને છે. એટલું જ નહીં આ સંબંધની મજબૂતીનું સબૂત એ છે કે, દીપિકા પાદુકોણ જલાલને રાખડી બાંધે છે.

આપે છે આટલી મોટી સેલેરી
આ રિપોર્ટ મુજબ દીપિકાની સુરક્ષા કરવા માટે જલાલને મોટી સેલેરી પણ મળે છે. જલાલનું કહેવું છે કે, પેકેજમાં 80 લાખ રૂપિયાની આસપાસ છે. જોકે, ઘણાં રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે,વર્ષ 2017માં જલાલનો પગાર વધારીને 1 કરોડ રૂપિયા વાર્ષિક કરી દેવામાં આવ્યો હતો.

દીપિકા-રણવીરના લગ્નની મોટી જવાબદારી હતી
જાણકારી મુજબ જલાલે દીપિકા અને રણવીરના લગ્ન સમયે સિક્યોરિટી હેડ તરીકે કામ સંભાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ લગ્નમાં માત્ર 30 લોકો જ સામેલ થયાં હતાં. અત્યારે દીપિકા પાદુકોણ મોટી ફિલ્મોમાં વ્યસ્ત છે. તે જલદી જ ફિલ્મ ‘83’માં પતિ રણવીર સાથે જોવા મળશે. આ સાથે જ તે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઇન્ટર્ન’ અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ને લીધે પણ ચર્ચામાં છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I participated on this casino platform and succeeded a substantial cash, but eventually, my mom fell sick, and I wanted to take out some money from my casino account. Unfortunately, I experienced problems and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to this gambling platform. I plead for your assistance in bringing attention to this online casino. Please help me in seeking justice, so that others won’t face the pain I am going through today, and prevent them from crying tears like mine. ????

  2. I participated on this gambling website and managed a substantial sum of money, but later, my mother fell ill, and I needed to cash out some earnings from my balance. Unfortunately, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to this gambling platform. I plead for your support in bringing attention to this online casino. Please support me in seeking justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page