શંકા એક એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી. શંકાને લઈને અસંખ્ય પરિવારો બરબાદ થઈ ગયા છે. આમ છતાં લોકો શંકાને હકીકત સમજી બેસે છે. આવો જે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક ક્રુર પતિએ પોતાની પત્નીને ઘાતકી હત્યા કરી નાખી હતી. કેમ કે તેને શંકા હતી કે તેની પત્નીનું કોઈ સાથે અફેર ચાલી રહ્યું છે.
આ શોકિંગ બનાવ પશ્ચિમ બંગાળના હુગલીમાં બન્યો છે. અહીંના ચંદનગર વિસ્તારમાં રિન્ટુ દાસ નામના યવકે પોતાની પત્ની પલ્લવી દાસની ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસને ઘટનાની માહિતી મળતાં જ આરોપી પતિને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરી તેને કોર્ટમાં મોકલવાની તૈયાર કરી રહી છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલી પણ લીધો છે.
મૃતક પત્ની પલ્લવી દાસ મોટાભાગનો સમય સોશ્યલ મીડિયા પર વિતાવતી હતી. તેને મોબાઈલ પર ફેસબૂક ચેટિંગનો શોખ હતો. જોકે પતિ રિન્ટુ દાસને આ પસંદ નહોતું. તેને સતત એવું લાગતું હતું કે તેની પત્ની અન્ય કોઈ પુરુષ સાથે ફેસબૂક ચેટિંગ કરીને બોયફ્રેન્ડ બનાવી રહી છે અને તેને દગો દઈ રહી છે. રિન્ટુ તેની પત્નીના કેરેક્ટર પર શંકા કરવા લાગ્યો હતો.
બીજી તરફ આરોપી રિન્ટુ દાસના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે પલ્લવી ઓપન માઈન્ડેડ યુવતી હતી. તે બધા સાથે હસીમળીને વાત કરતી હતી. તે ફેસબૂક પર ચેટિંગ કરતી હતી. આ વાત મારા ભાઈને પસંદ નહોતી. ભાઈ અનેકવાર આ બાબતે ભાભી સાથે મારપીટ કરતો હતો. ઘરમાં સતત કલહ અને વિવાદ થતો રહેતો હતો. એટલું જ નહીં ભાઈના અત્યાચારના કારણે જ મારી માતા પણ બીજી જગ્યાએ ભાડે રહેવા ચાલી ગઈ હતી.