Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalવરરાજાએ લગ્ન પહેલાં ખાધા ગુટખા, દુલ્હનને ખબર પડતાં જ બની રણચંડિકા

વરરાજાએ લગ્ન પહેલાં ખાધા ગુટખા, દુલ્હનને ખબર પડતાં જ બની રણચંડિકા

લખનૌઃ ભારતમાં દહેજ બાબતે લગ્ન તૂટવા એ સામાન્ય વાત છે. પરંતુ ઘણીવાર અન્ય કારણોસર પણ લગ્ન તૂટવાના સમાચાર સામે આવતા રહે છે. એવામાં ઘણીવાર એવું કારણ સામે આવે છે કે, અમુક ક્ષણ માનવું પણ મુશ્કેલ બને છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં એક લગ્ન તૂટવાના કારણના કારણે ચર્ચામાં છે.

આ લગ્ન તૂટવા પાછળનું કારણ વરરાજાનું નશામાં ધુત્ત હોવું અને મંડપમાં આવતા સમયે ગુટકા ખાતા હોવાનું સામે આવ્યું છે. વરરાજાને નશામાં લથડિયા ખાતા અને ગુટકા ચબાવતા જોવાથી દુલ્હનનું મન ઊઠી ગયું અને તેને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

આ મામલે મનિયરના એસઆઈ શેલેન્દ્ર સિંહે જણાવ્યું કે, મિશરૌલી ગામની દુલ્હન અને ખેજુરી ગામના યુવકનાં લગ્ન શનિવારે થવાનાં હતાં. લગ્ન અગાઉ દુલ્હને જોયું કે તેનો ભાવિ પતિ દારૂ પીને અને ગુટખા ખાતો ખાતો મંડપ સુધી આવ્યો હતો.

આ જોઈને દુલ્હને મંડપમાં જ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. અનેક કલાક સુધી દુલ્હનને મનાવવાનો પ્રયાસ કરાયો પણ તે માની નહીં. અંતે બંને પરિવારે એકબીજાને આપેલી ભેટ પરત કરીને લગ્ન રદ કર્યાં હતા.

ગુટખાને લીધે લગ્ન રદ થયાનું જાણી મહેમાનો પણ આશ્ચર્યચકિત થયા હતા. આ અગાઉ હમીરપુર જીલ્લામાંથી પણ ગુટખાને કારણે લગ્ન રદ થયાના એહવાલ સામે આવી ચૂક્યા છે.

ગુટકાને કારણે સ્વાસ્થ્યની સાથે હવે લગ્ન સંસાર પણ પડી ભાંગે છે એમ કહેવું ખોટું નથી.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown Embark into this thrilling experience of knowledge and let your imagination roam! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the realms of endless wonder! ?

  2. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Embark into this thrilling experience of knowledge and let your mind soar! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page