Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywood'ઇન્ડિયન આઈડલ'ના જજ નેહા, હિમેશ ને વિશાલને મળે છે કેટલી ફી? કોણ...

‘ઇન્ડિયન આઈડલ’ના જજ નેહા, હિમેશ ને વિશાલને મળે છે કેટલી ફી? કોણ સૌથી વધુ કમાય

મુંબઈઃ ‘ઇન્ડિયન આઈડલ 12’ છેલ્લાં છ મહિનાથી ચાલી રહ્યો છે. આ શોમાં દર્શકોને એ આર રહેમાન, નીતુ સિંહ, જયા પ્રદા, રેખા, આનંદજી, જીતેન્દ્ર, એકતા, ધર્મેન્દ્ર, હેમામાલિની સહિતના સેલેબ્સ જોવા મળ્યા છે.

આ શોમાં હાલમાં 9 સ્પર્ધકો છે, જેમાં અરૂણિતા કાંજીલાલ, પવનદીપ રાજન, સવાઈ ભટ્ટ, મહોમ્મદ દાનિશ, શન્મુખા પ્રિયા, આશિષ કુલક્રણી, સયાલી કામ્બ્લે, અંજલી ગાયકવાડ તથા નિહાલ તારો છે. આ સિઝનને આદિત્ય નારાયણ હોસ્ટ કરી રહ્યો છે. જજની વાત કરવામાં આવે તો નેહા કક્કર, વિશાલ દદલાણી તથા હિમેશ રેશમિયા છે.

જો આ ત્રણ જજની ફીની વાત કરવામાં આવે તો ત્રણ જજમાંથી નેહા કક્કર સૌથી ફી લે છે. તે એક એપિસોડના પાંચ લાખ રૂપિયા લે છે. વિશાલ દદલાણીને સાડા ચાર લાખ રૂપિયા લે છે. તો હિમેશ રેશમિયાને 4 લાખ મળે છે. હોસ્ટ આદિત્ય નારાયણને અઢી લાખ રૂપિયા મળે છે.

જોકે, કોવિડ 19ને કારણે હાલમાં દમણમાં આ શોનું શૂટિંગ ચાલુ રહ્યું છે. જ્યાં સુધી શોનું શૂટિંગ મહારાષ્ટ્રમાં શરૂ નહીં થાય ત્યાં સુધી વિશાલ આ શોમાં જોવા મળશે નહીં. માનવામાં આવે છે કે નેહા કક્કર, હિમેશ રેશમિયાએ શૂટિંગ શરૂ કરી દીધું છે અને તે ટૂંક સમયમાં શોમાં જોવા મળશે.

ત્રણ જજની ગેરહાજરીમાં આ શોને અનુ મલિક તથા મનોજ મુતાંશિરે જજ કર્યો હતો. આદિત્ય નારાયણનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે અને તેણે ફરીથી શોને હોસ્ટ કરવાનું શરૂ કર્યું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! ? ? into this exciting adventure of knowledge and let your mind soar! ? Don’t just explore, experience the excitement! ? Your mind will be grateful for this exciting journey through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page