આનંદ મહિન્દ્રા જેવા અબજોપતિ બિઝનેસમેન પણ સોનાની કાર જોઈને રહી ગયા દંગ!

Business Feature Right

ફેમસ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા ટ્વિટર પર ખાસ એક્ટિવ રહે છે. તેમના ટ્વિટ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ પ્રતિક્રિયા પણ આપે છે. આ વખતે આનંદ મહિન્દ્રાએ એક ભારતીય-અમેરિકી વ્યક્તિની સોનાથી મઢેલી ફેરારી કાર પર પોતાનો મત સોશિયલ મીડિયા પર રજૂ કર્યો છે, જે વાઇરલ થઇ રહ્યો છે.

આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયામાં લોકોને ખોટાં ખર્ચા અને દેખાડો કરવાથી બચવા અંગે સલાહ આપી છે. તેમણે પોતાના ટવીટર એકાઉન્ટ દ્વારા ભારતીય-અમેરિકી વ્યક્તિનો એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં એક ગોલ્ડ ફેરારી કાર જોવા મળી રહી છે. વીડિયોમાં એવું પણ સંભળાઈ રહ્યું છે કે, ” પ્યોર ગોલ્ડની ફેરારી કાર સાથે ભારતીય-અમેરિકી ” જેનો વિડીયો આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે.

મહિન્દ્રા ગ્રુપના પ્રમુખે એક ભારતીય-અમેરિકીનો વિડીયો શેર કરતા ટ્વીટમાં લખ્યું કે, ” મને નથી ખબર કે આ સોશિયલ મીડિયા પર કેમ વાયરલ થઇ રહ્યો છે, જોકે આ તે વાતનો પાઠ હોવો જોઈએ કે અમીર વ્યક્તિએ પોતાના રૂપિયા કેવી રીતે ખર્ચ ના કરવા જોઇએ.”

54 સેકન્ડનો આ વીડિયો 207kથી વધુ વાર જોવાયો છે અને 7,529થી વધુ લાઈક્સ પણ મળી છે. આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ સાથે તમામ યુઝર્સ સહમત જોવા મળી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, ” મને ખબર નથી પડતી કે આવું કરવાથી શું મળતું હશે? ” એકબીજા યૂઝરે લખ્યું કે, ” આ સુપર કારને જોઈને મને દયા આવી રહી છે. ગોલ્ડની નીચે ફેરારી કારના લાલ અથવા પીળા રંગને ઢાંકી દીધો. ”

એક અન્ય યૂઝરે લખ્યું કે, ” દરેક ચમકતી વસ્તુઓ સોનું નથી હોતી.” આ તરફ આનંદ મહિન્દ્રાના ટ્વીટ પર ઘણા લોકોએ કહ્યું કે, ” કારના મોંઘા મેટલ પર કોટિંગ કરાવવું તે રૂપિયા બગાડવા જેવું છે. ” જોકે કેટલાક યૂઝર્સ આ પોસ્ટ સાથે સહમત પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *