Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodઅભિનેતા સિદ્ધાર્થ શુક્લાની અંતિમ યાત્રામાં પ્રેમિકાએ ભાન ગુમાવી દીધું, જુઓ તસવીરો

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની અંતિમ યાત્રામાં પ્રેમિકાએ ભાન ગુમાવી દીધું, જુઓ તસવીરો

સિદ્ધાર્થ શુક્લાના આજે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં પરિવારના સભ્યો ઉપરાંત ટીવી સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. મહિલા મિત્ર શહનાઝ ગિલના ખોળામાં જ સિદ્ધાર્થે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કારમાં શહનાઝ ગિલ શાનભાન ગુમાવી દીધું હોય તેવી હાલતમાં જોવા મળી હતી.

શહનાઝ ગિલ એક્ટર સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધનથી ભાંગી પડી હતી. આ દુઃખની ઘડીમાં સધિયારો આપવા તેનો ભાઈ શાહબાઝ તથા મમ્મી-પપ્પા આવ્યા હતા. શહનાઝ ગિલ હંમેશાં હસતી જોવા મળતી હતી અને આજે તેના ચહેરા પર દુઃખ છવાયેલું હતું. તેની આંખમાંથી સતત આંસુઓ વહેતા હતા. સ્મશાનઘાટમાં જ્યારે તે કારમાંથી બહાર આવી ત્યારે તેના ભાઈએ તેને પકડી રાખી હતી. તે પોતાની જાતે ચાલી શકે તેવી સ્થિતિમાં પણ નહોતી.

ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર, 2019ના રોજ સિદ્ધાર્થ તથા શહનાઝ ગિલે ‘બિગ બોસ 13’માં એન્ટ્રી લીધી હતી. ઘરમાં બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. 2 સપ્ટેમ્બર, 2021ના રોજ સિદ્ધાર્થનું 40 વર્ષની ઉંમરે આકસ્મિક અવસાન થયું હતું. આમ શહનાઝ તથા સિદ્ધાર્થ સપ્ટેમ્બર મહિનામાં મળ્યા અને આ જ મહિનામાં અલગ થઈ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ધાર્થ શુકલાએ એક્ટ્રેસ શહનાઝ ગીલના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. તે આગલી રાત્રે સિદ્ધાર્થ શુકલાના ઘરે તેની સાથે હાજર હતી. શહનાઝ ગીલના પિતાએ સંતોખ સિંહ સુખે કહ્યું હતું, ‘દીકરીના રડી રડીને હાલ બેહાલ છે. તેણે કહ્યું હતું કે પપ્પા તેણે મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે હું કેવી રીતે જીવીશ? મારા ખોળામાં તે દુનિયા છોડીને જતો રહ્યો.’

ઉલ્લેખનીય છે કે ‘બિગ બોસ 13’માં સિદ્ધાર્થ તથા શહનાઝ સાથે હતા અને અહીંથી જ બંને વચ્ચે અફેર હોવાની વાત શરૂ થઈ હતી. શો પૂરો થયા બાદ પણ શહનાઝ તથા સિદ્ધાર્થ અનેક જગ્યાએ સાથે જોવા મળતા હતા. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો.

લાખો ફેન્સના દીલમાં રાજ કરનાર ટીવી એક્ટર સિદ્ધાર્થ હવે આપણી વચ્ચે નથી રહ્યો. સિદ્ધાર્થ શુકલાનું આજે વહેલી સવારે હાર્ટ-અટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થના અચાનક નિધનથી ચાહકો અને સેલેબ્સને મોટો આઘાત લાગ્યો છે. બધા લોકો એ જાણવા માંગે છે એવું તો અચાનક શું થયું કે સિદ્ધાર્થ આ દુનિયા છોડીને જતો રહ્યો. આગલી રાત્રે અચાનક શું બન્યું હતું એ બધા લોકો જાણવા માંગે છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this thrilling experience of imagination and let your imagination roam! ✨ Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page