Saturday, April 13, 2024
Google search engine
HomeNationalમુકેશ અંબાણીએ બ્રિટનની આઇકોનિક કન્ટ્રી ક્લબ ખરીદી, 300 એકરના ક્લબમાં 27...

મુકેશ અંબાણીએ બ્રિટનની આઇકોનિક કન્ટ્રી ક્લબ ખરીદી, 300 એકરના ક્લબમાં 27 ગોલ્ફ કોર્સ

ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણી ફરી ધમાકો મચાવ્યો છે. બ્રિટનના ફેમશ અને આઇકોનિક કન્ટ્રી ક્બલ સ્ટોક પાર્ક હવે ભારતીય અરબપતિ મુકેશ અંબાણીની માલિકીનો છે. 300 એકરમાં બનેલા આ ક્બલને મુકેશ અંબાણીએ 592 કરોડ રૂપિયામાં (5.70 કરોડ પાઉન્ડ)માં ખરીદ્યો છે આ અધિગ્રહણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની સહાયક કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલડિંગ્સ લિમિટેડ (RIIHL)એ કર્યો છે. કંપનીએ ગુરુવારે આ માહિતી આપી છે.

અત્યારસુધી શાહી પરિવારની માલિકી હતી
સ્ટોક પાર્ક પર અત્યારસુધી બ્રિટનના શાહી પરિવારનો માલિકી હક હતો. આને ઘણાં વર્ષોથી વેચવાનો પ્રયત્ન થતો હતો. અહીં 49 લક્ઝરી રૂમ, 21 મેન્શન અને 28 પેવેલિયન છે. દરેકને 5AA રેડ રેટિંગ મળેલી છે. તેને કેપેબિલિટિ બ્રાઉન અને હમ્ફરી રેપ્ટને ડિઝાઈન કર્યો હતો.

આ પાર્કનું નિર્માણ બ્રિટેનના રાજા જોર્જ થર્ડે આર્કિટેક્ટ જેમ્સ વૉટ પાસે પ્રાઇવેટ પ્લેસ તરીકે કરાવ્યું હતું. જેમાં ઘણાં સેલેબ્રિટી કોન્સર્ટ કરતાં હતાં. આમ જે અંગ્રેજોએ આપણી પર રાજ ચલાવ્યું હવે એની જ પ્રોપર્ટી એક ગુજરાતીએ ખરીદી છે.

સ્પોર્ટ્સ અને હોસ્પિટાલિટી સર્વિસ વધારશે રિલાયન્સ
બંકિઘમશાયરમાં બનેલાં સ્ટોક પાર્કમાં ઘણાં લક્ઝરી સ્પા, હોટેલ અને ગોલ્ફ કોર્સ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મુજબ, તેમની યોજના એક ઐતિહાસિક જગ્યામાં સ્પોર્ટ્સ અને હોસ્પિટાલિટી સર્વિસ વધારવાનો છે. જેનાથી રિલાયન્સને હોસ્પિટાલિટી સેક્ટરમાં મજબૂત પગલુ ભરવામાં મદદ મળશે. આ પાર્કમાં 27 હોલ ગોલ્ફ કોર્સ, 13 ટેનિસ કોર્ટ અને 14 એકરનો પ્રાઇવેટ ગાર્ડન છે. આ પાર્ક 900 વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 1908 સુધી પ્રાઇવે રેસિડેન્ટ તરીકે તેનો ઉપયોગ કરાતો હતો.

હોલિવૂડની ઘણી હીટ ફિલ્મો સાથે જોડાયેલી છે યાદ
સ્ટોક પાર્ક ઘણી મોટી ફિલ્મોનો ભાગ રહ્યો છે. જેમ્સ બોન્ડ સિરિઝ સહિતની ઘણી ફિલ્મોનું શૂટિંગ થવાને લીધે આ જગ્યાને યૂકેનું હોલિવૂડ કહેવામાં આવે છે. અહીં જેમ્સ બોન્ડ સિરિઝની બે ફિલ્મો 1964માં આવેલી ગોલ્ડફિંગર અને 1997માં આવેલી ટુમારો નેવર ડાઇઝનું શૂટિંગ થયું છે. આ ઉપરાંત બ્રિઝેટ જોન્સ ડાયરી (2001)ના મિની બ્રેક અને રાઇંગ સીન, જેને હ્યૂગ ગ્રાન્ટ, રેને જેલ્વેગર અને કોલિન ફર્થનો રોલ પ્લે કર્યો હતો, જેનું શૂટિંગ પણ અહીં કરવામાં આવ્યું હતું.

સતત રોકાણ કરી રહ્યું છે રિલાયન્સ ગ્રુપ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છેલ્લાં 4 વર્ષમાં 330 કરોડ ડૉલરના અધિગ્રહણની જાહેરાત કરી છએ. જેમાં રિટેઇલની 14% ટેક્નોલોજી, મીડિયા અને ટેલિકોમ સેક્ટરમાં 80% અને એનર્જી સેક્ટરમાં 6% ભાગીદારી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your imagination fly! ✨ Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page