Thursday, April 18, 2024
Google search engine
HomeAjab Gajabફેમસ મોડલ બાથરૂમમાં ન્હાવા જાત તે પહેલા જ તેના મિત્રએ શું કર્યું?...

ફેમસ મોડલ બાથરૂમમાં ન્હાવા જાત તે પહેલા જ તેના મિત્રએ શું કર્યું? જાણીને ચોંકી જશો

અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી 25 વર્ષની ફિટનેસ મોડલ જોઈ ક્લોફરે ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર વિલિયમ ફ્રાન્સીસ પર આરોપ મૂક્યો છે. તેણે લખ્યું હતું કે, મોબાઈલ ફોનના ચાર્જર જેવો દેખાતો કેમેરા તેને બાથરૂમમાં છૂપાવી દીધો હતો. જેના કારણે હું બાથરૂમમાં જે પણ કરું તે તેને દેખાય.

જોઈએ કહ્યું હતું કે, જ્યારે તેને છુપાયેલા કેમેરાની ખબર પડી તો તેનું મેમોરી કાર્ડ કાઢીને લેપટોપમાં લગાવ્યું હતું અને ચેક કર્યું હતું. મોડલ એ જોઈને ચોંકી ગઈ કે કાર્ડમાં તેના અને બીજી મહિલાઓના અંદાજે 250 આપત્તિજનક વીડિયો મળ્યાં હતાં.

એક ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુઅંસર અને ફિટનેસ મોડલે દાવો કર્યો કે, એક ફોટોગ્રાફરે હિડન કેમેરથી તેનો ન્યૂડ વીડિયો બનાવી લીધો હતો. તે ફોટોગ્રાફરને હું વર્ષોથી જાણતી હતી. તેણે આરોપ મૂક્યો હતો કે, ફોટોગ્રાફરે બીજી મહિલાઓના પણ આવા જ ન્યૂડ વીડિયો બનાવ્યા હતાં.

મોડલે એક વીડિયો પણ રજૂ કર્યો છે જેમાં કથિત રીતે આરોપીને બાથરૂમમાં કેમેરા ફિટ કરતો જોવા મળી રહ્યો છે. તેણે લખ્યું હતું કે, અન્ય મહિલાઓને નેકેડ ફિલ્માવાથી બચાવા અને તેને સચેત કરવા માટે આ ખુલાસો કરી રહી છે.

મોડલ અને ફોટોગ્રાફર 19 દિવસ સુધી સાથે રહ્યા બાદ ફોટોગ્રાફરે કહ્યું હતું કે, તે બાથરૂમમાં બલ્બ બદલવા જઈ રહ્યો છે. તે સમયે તેણે ત્યાં હિડેન કેમેરા છુપાવી દીધો હતો. મોડલ જોઈ હવે ફોટોગ્રાફર પર કેસ કરવાની તૈયારી કરી રહી છે. જ્યારે ફોટોગ્રાફરની તરફથી આ મામલા પર પ્રતિક્રિયા આવી નથી.

મોડલ જોઈએ લખ્યું હતું કે, તે ફોટોગ્રાફર પર વિશ્વાસ કરતી હતી અને તેને મિત્ર માનતી હતી. જ્યારે તે ઓરેન્જ કાઉન્ટીમાં શિફ્ટ થવાની હતી તો ફોટોગ્રાફરે તેણે ફ્લેટમેટ બનાવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ બંને સાથે રહેવા લાગ્યા હતાં. બંનેના અલગ-અલગ બેડરૂમ સુતા હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your thoughts roam! ? Don’t just read, immerse yourself in the excitement! ? Your brain will be grateful for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page