Monday, April 15, 2024
Google search engine
HomeGujaratગાર્ડ ના ઓળખી શક્યો સ્વાસ્થ્ય મંત્રીને, કર્યો કંઈક આવો ખરાબ વ્યવહાર

ગાર્ડ ના ઓળખી શક્યો સ્વાસ્થ્ય મંત્રીને, કર્યો કંઈક આવો ખરાબ વ્યવહાર

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, તે થોડાંક દિવસો પહેલાં જ્યારે સફદરગંજ હોસ્પિટલમાં નિરીક્ષણ કરવા માટે સામાન્ય દર્દી બનીને પહોંચ્યા તો બેન્ચ પર બેસતી વખતે ગાર્ડે તેમને દંડો મારી દીધો હતો. એટલું જ નહીં તે દરમિયાન તેમને હોસ્પિટલમાં અવ્યવસ્થા પણ જોવા મળી હતી. આ વાત માંડવિયાએ ગુરુવારે તે હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સંબંધી ચાર સુવિધા કેન્દ્ર શરૂ કરતી વખતે એક કાર્યક્રમમાં ડૉક્ટરોની હાજરીમાં શેર કરી હતી. તેમણે વ્યવસ્થામાં સુધારો કરવા માટે દેશની મોડેલ હોસ્પિટલ બનાવવાનો નિર્દેશન કર્યો છે.

માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં નવા ઓક્સિજન પ્લાન્ટ, કોરોનાની સારવાર માટે તૈયાર અસ્થાયી હોસ્પિટલ સહિત ચાર સુવિધા કેન્દ્રનો શુભારંભ કર્યો છે. આ પછી ડૉક્ટરોને સંબોધિત કરતાં તેમણે અહીં ઔચક નિરીક્ષણોના સમયે પોતાની આપવિતી સંભળાવી હતી. તેમણે કહ્યું કે, તે એક સામાન્ય દર્દીની જેમ બેન્ચ પર બેઠા તો ગાર્ડે તેમને ડંડો માર્યો અને કહ્યું કે, અહીં બેસવાનું નથી.

માંડવિયાએ જોયું કે, હોસ્પિટલમાં લગભગ 75 વર્ષના એક વૃદ્ધ મહિલાને તેમના દીકરા માટે સ્ટ્રેચરની જરૂર હતી. હેરાન થઈ રહેલાં વૃદ્ધ મહિલાએ સ્ટ્રેટર લઈ જવા માટે સુરક્ષા ગાર્ડને કોઈ મદદ કરી નહીં. તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં વ્યવસ્થા એવી બનાવવી જોઈએ કે, દર્દીને બિલકુલ હેરાની થાય નહીં. જો હોસ્પિટલમાં 1500 ગાર્ડ છે તો તે સ્ટ્રેચર લઈ જવા માટે વૃદ્ધા મહિલાને મદદ કેમ કરી શકતાં નથી? તેમણે નિર્દેશ આપ્યો કે, ઇમરજન્સી બ્લોકમાં પર્યાપ્ત સંખ્યામાં સુરક્ષાગાર્ડ તહેનાત કર્યા છે.

મંત્રીએ ડૉક્ટરને કહ્યું કે, તેમણે આ નિરીક્ષણ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી હતી. વડાપ્રધાને જ્યારે તેમને આખી વાત કહી તો તેમણે પૂછ્યું કે, જે ગાર્જને ડંડો માર્યો, તેને સપ્સેન્ડ કર્યો કે, નહીં? જેના જવાબમાં સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે, ના, કેમ કે તે વ્યવસ્થાને સારી બનાવવા માંગતા હતાં. હોસ્પિટલ અને ડૉક્ટર એક સિક્કાની બે બાજુ ગણાવતા માંડવિયાએ કોરોનાની સારવારમાં ડૉક્ટર દ્વારા કરવામાં આવેલાં કાર્યની સરાહના કરી અને કહ્યું કે, દરેક ડૉક્ટરોએ ટીમ વર્ક તરીકે કામ કરવું જોઈએ. તેમને આશા વ્યક્ત કરી કે, હોસ્પિટલ પોતાની છબી બદલવા માટે એક પ્રેરણા રૂપ કાર્ય કરશે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના 24 ઓગસ્ટની રાતે સામાન્ય દર્દી બનીને સફદરજંગ હોસ્પિટલના ઇમરજન્સી બ્લોકમાં પહોંચ્યા હતાં. આ પછી તેમણે સીજીએચએસનો એક ડિસ્પેન્સરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગુરુવારે પણ હોસ્પિટલમાં દર્દીઓ સાથે વાતચીત કરી અને સુવિધાઓ વિશે પૂછ્યું હતું. આ પૂર્વે બુધવારે તેમને આરએમએલ હોસ્પિટલમાં અચાનક નિરીક્ષણ કર્યું હતું.

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે સફદરજંગ હોસ્પિટલમાં 44 બેડની મેકશિફ્ટ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં 28 આઈસીયુ, અને 16 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વૃદ્ધો અને બાળકો સાથે થયેલી હિંસા મામલે સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં અલગ-અલગ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

એટલે એવા વૃદ્ધો અને બાળકોને સામાન્ય ઓપીડી અથવા ઇમરજન્સીમાં જવાની જરૂર રહેશે નહીં. તેમણે અધિકૃત કેન્દ્રમાં સરળતાથી સારવાર મળી શકશે. આ ઉપરાંત સફદરજંગ હોસ્પિટલને એએબીએચનું એન્ટ્રી લેવલ પ્રમાણપત્ર પણ દિધું છે.

આ ચાર સુવિધાનોઓનો શુભારંભ કર્યો
ઓક્સિજન પ્લાન્ટ (ક્ષમતા ત્રણ હજાર મેટ્રિક ટન), મેકશિફ્ટ હોસ્પિટલ (44 બેડ), ચાઇલ્ડ એબ્યૂઝ પ્રોટેક્શન સેન્ટર, એલ્ડર એબ્યુઝ કેર સેન્ટર.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your mind soar! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page