Friday, April 19, 2024
Google search engine
HomeNationalઆ છે એકદમ અલમસ્ત બકરો ને બકરી, રોજના હજાર રૂપિયાનો છે ખોરાક

આ છે એકદમ અલમસ્ત બકરો ને બકરી, રોજના હજાર રૂપિયાનો છે ખોરાક

બુલંદશહરઃ ઈદ-અલ-અઝહા પર કુરબાની માટે બકરાઓની ખરીદી મોટાપાયે થતી હોય છે. યુપીના ઘણા શહેરોમાં મોંઘી કિંમતે પણ લોકો બકરા ખરીદવા તૈયાર જોવા મળ્યા અને ખરીદ્યા પણ હતા. લખનૌમાં એક બકરાની જોડી 4 લાખ 50 હજાર રૂપિયામાં વેચાઈ અને બુલંદશહરમાં એક બકરો 1 લાખ 35 હજારમાં વેચાયો હતો.

લખનૌમાં વેચાયેલા બકરાની જોડીનો ખોરાક ડ્રાય ફ્રૂટ્સ અને જ્યૂસ હોવાનું જાણવા મળ્યું. તેમની ઉંમર 2.5 વર્ષ હોવાનું કહેવામાં આવ્યું. બુલંદશહરમાં તોતાપરી પ્રજાતિનો બકરો કુરબાની માટે 1.35 લાખમાં ખરીદાયો હતો. જેનું વજન 140 કિલો હોવાનું મનાય છે. બકરાના માલિકના મતે તે જનપદમાં સૌથી મોંઘો વેચાયેલો બકરો છે.

સમગ્ર દેશમાં 21 જુલાઈએ ઈદના તહેવારની ઉજવણી થઈ રહી છે, ત્યારે કુરબાની કરવામા આવે છે. લખનૌમાં રહેતા કૌનેન અને નોમાન નામના વ્યક્તિઓએ લખનૌમાં સૌથી મોંઘી કિંમતે 4.50 લાખમાં બકરાની જોડી ખરીદી હતી.

સૌથી મોંઘા બકરાની જોડી ખરીદનાર કૌનેન અને નોમાને જણાવ્યું કે, આ બકરાઓનો રોજના ખોરાક પાછળ 600 રૂપિયાનો ખર્ચ આવે છે. તેઓ ડ્રાય ફ્રૂટ્સ અને જ્યૂસ ખોરાક તરીકે લે છે. આ ઉપરાંત કાજૂ, પિસ્તા, બદામ અને મીઠાઈ પણ ક્યારેક ખાય છે. તેમને ચોખા, ચણા જેવી વસ્તુ પણ આપવામા આવે છે.

આ ઉપરાંત બંને બકરાને સવારે શેમ્પૂ વડે નવડાવવામાં આવે છે. તેમના સ્વાસ્થ્યની તપાસ પણ તેઓ કરાવતા રહે છે. કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે જ બંને બકરાની કુરબાનીની વ્યવસ્થા કરી. બીજી તરફ 1.35 લાખમાં બકરાને ગાઝિયાબાદના વ્યક્તિએ ખરીદ્યો હતો. તેને વેચનાર રાગિબે જણાવ્યું કે, તોતાપરી પ્રજાતિના બકરા રાજસ્થાનમાં મળી આવે છે. આ બકરાની સૌથી શ્રેષ્ઠ પ્રજાતિ મનાય છે.

બકરા ઉછેર કરવાનો શોખ હોવાને કારણે તે એક વર્ષ પહેલા બકરો રાજસ્થાનથી લાવ્યો હતો અને સારી કિંમત મળતા હવે વેચ્યો છે. જોકે હાલ કોરોનાની બીજી લહેર બાદ બજારોમાં અગાઉ જેવી રોનક નથી. બકરાની કિંમત વધુ અને લોકોની આર્થિત સ્થિતિ નબળી પડતા બજારમાં વધુ ખરીદી જોવા મળી નથી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! ? Embark into this cosmic journey of knowledge and let your mind soar! ✨ Don’t just enjoy, savor the excitement! ? ? will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I played on this casino platform and managed a significant amount, but eventually, my mother fell sick, and I required to withdraw some earnings from my balance. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to such casino site. I implore for your assistance in lodging a complaint against this website. Please assist me in seeking justice, so that others won’t have to experience the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page